Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

રાજકોટની બેંકમાં પૈસા જમા કરાવનાર પાસેથી ૫૦૦ વાળી ૨૫ નોટો નીકળી નકલી: તપાસ હાથ ધરાઇ

રાજકોટની એક્સિસ બેંકમાં 500ના દરની 31 નકલી નોટો પકડાઈ હતી. જે અંગે એ. ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ થયો છે. યાજ્ઞિક રોડ પર લગેજ પોઈન્ટ નામે પેઢી ચલાવતા સંદિપ સાપરિયા પોતાના બેંક ખાતામાં 500ના દરની 26 નોટ જમા કરાવવા આવ્યા હતા તેમાંથી 25 નોટ નકલી નિકળી હતી. જ્યારે એટીએમમાં 6 નકલી નોટ જમા કરી હતી. આમ 31 નોટ નકલી નિકળતા તેને કોણે આ નોટો આપી તે અંગે હાલ અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ છે. આ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં ડો. યાજ્ઞિક રોડ એક્સિસ બેંક બ્રાંચના બ્રાંચ ઓપરેશન હેડ તુષારભાઇ સુરેશભાઇ રાવલે ફરિયાદમાં જણાવ્યું છે કે, હું છેલ્લા પંદર દિવસથી યાજ્ઞિક રોડ બ્રાન્ચમાં નોકરી કરૂ છું, છેલ્લા ત્રણ વર્ષથી આશિષભાઇ કમલેશભાઇ બદીયાણી કેશિયર તરીકે અમારી બ્રાન્ચમાં નોકરી કરે છે. ગત બપોરના સવા બાર વાગ્યાની આસપાસ હું બેંકે મારી ફરજ ઉપર હાજર હતો. તે વખતે કેશિયર આશીષભાઇ મારી પાસે આવેલ અને મને વાત કરી હતી કે, એક ગ્રાહક રોકડા રૂપિયા જમા કરાવવા આવ્યા હતા. જે નોટો ચેક કરતા નકલી નોટ હોવાનુ જણાયું હતું. નકલી નોટ ક્યાંથી આવી તે અંગે વેપારી અજાણ બેંકના ખાતેદાર સંદિપ કાંતીલાલ સાપરિયા રૂપિયા જમા કરાવવા આવ્યા હતા અને તેઓએ 500ના દરની કુલ 26 નોટ જમા કરાવી હતી. આ દરમિયાન અમારા કેશિયર દ્વારા નોટો ચેક કરતા એ પૈકીની 25 નોટ નકલી હોવાનુ જાણવા મળી હોય જેથી અમે આ ખાતેદાર સંદિપ સાપરીયાને આ 500ના દરની નકલી નોટ બાબતે પૂછતા તેઓએ આ નકલી નોટ છે તે બાબતે પોતાને કોઇ ખ્યાલ નહીં હોવાનું જણાવ્યું હતું. પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી બ્રાંચ મેનેજર મેહુલભાઇ પારેખને જાણ કરી અને આરબીઆઇના નિયમ મુજબ કાર્યવાહી કરી હતી. તેવામાં બપોરના સવા બે વાગ્યાની આસપાસ અમારા એટીએમ મશીન એજન્સીના કસ્ટોડીયન રસિકભાઇ ખેતરીયા તથા ક્રિષ્ના ખેરાડિયા દ્વારા 500ના દરની કુલ 6 નકલી નોટ અમારી પાસે જમા કરાવવા આવ્યા હતા. આ નકલી નોટ એટીએમ મશીનમાંથી નીકળ્યાનું જણાવ્યું હતું. જેથી સાપરીયા સંદિપ કાંતીલાલે જ આ નોટો જમા કર્યાનું જાણવા મળ્યું હતું. આમ 31 નકલી નોટો અંગે ગુનો નોંધી સંદિપ કોની પાસેથી નોટો લાવ્યા હતા તે અંગે તપાસ હાથ ધરી છે.

संबंधित पोस्ट

बिहार: गया में आरपीएफ ने फर्जी रेलवे जॉब रैकेट का भंडाफोड़ किया, दो गिरफ्तार

Admin

રાજકોટના પાંચ જિલ્લામાંથી વ્યાજંકવાદનો સફાયો: પોલીસ દ્વારા ૧૧૮ વ્યાજખોરોની ધરપકડ કરાઈ

Admin

મહારાષ્ટ્રમાં તણાવની સ્થિતિ, અહેમદનગર-નંદુરબારમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો અને હિંસક અથડામણ

Admin

સિગારેટના એક ટુકડાએ ઉકેલ્યું 52 વર્ષ જૂની હત્યાનું રહસ્ય, જાણો કેવી રીતે થયો ખુલાસો

Admin

शराब तस्करी के आरोप में गुजरात पुलिस ने राजस्थान के सरपंच पति को किया गिरफ्तार, 8 साल से चल रहा था फरार

Admin

વડોદરા: છેલ્લા 24 કલાકમાં અકસ્માતના બનાવમાં મહિલા સહિત 4 લોકોના કરૂણ મોત

Admin