Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
राजनीति

રાજકીય ખળભળાટ- ભાજપના ધારાસભ્યએ કહ્યું મારા પર જીવનું જોખમ, માફિયાઓ મારી શકે છે

ઉના વિધાનસભા બેઠકના બીજેપી ધારાસભ્ય કેસી રાઠોડે દાવો કર્યો છે કે ગુજરાતમાં બુટલેગરો અને જમીન માફિયાઓ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. ભાજપના ધારાસભ્યએ જીવનું જોખમ હોવાની વાત તેમણે એક સમૂહ લગ્નોત્સવમાં પણ કરી હતી.

ભાજપના ધારાસભ્ય કે.સી. રાઠોડે કહ્યું, ‘હું આ ધમકીથી ડરી ગયો છું, કારણ કે બે વર્ષ પહેલા મારા પર હુમલો થયો હતો અને મને ઈજાઓ થઈ હતી. હવે સરકારે મારી સુરક્ષા માટે બે SRP જવાન આપ્યા છે, પરંતુ જો કોઈ મને ગોળી મારવા માંગે તો તે કરશે, કારણ કે ગુનેગારો ગુના કરતા ડરતા નથી.

તેમણે કહ્યું કે તેમને આશંકા છે કે  બુટલેગરો અથવા તેમના વિસ્તારના કે અન્ય ભૂમિ માફિયાઓ, જેમની વિરુદ્ધ તેમણે અવાજ ઉઠાવ્યો છે તેમને શૂટર્સ અથવા ગુંડાઓ દ્વારા મારવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જે સ્થાનિક કે અન્ય ગુજરાત બહારના પણ હુમલો કરી શકે છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે જ્યારે પણ તેમને પોતાના જીવને ખતરો હોવાનું મહેસુસ થયું છે ત્યારે તેમણે સ્થાનિક પોલીસને જાણ કરી છે. રાજકીય સૂત્રોએ જણાવ્યું હતું કે બે બુટલેગરોરો સામે ફરિયાદો છે અને ભૂતકાળમાં તેમના પર હુમલો કરવા બદલ ધરપકડ પણ કરવામાં આવી હતી.

તેમણે વધુમાં કહ્યું કે, પોતાના હિત માટે આવા કૃત્ય કરવામાં આવતી હોય છે. ભૂમિફાઈયાઓની પાછળ રાજકિય હાથ હોય છે. નુકશાન કરવા માટે આ કૃત્ય કરી શકે છે. પડદા પાછળ રાજકિય લોકો આવું કરી શકે છે. આ બાબતે ચોક્કસ કહેવું શક્ય નથી. તમારી પાસે સુરક્ષા જવાનો હોવા છતાં પણ દેશમાં હુમલાની ઘટનાઓ બની જ છે. અગાઉ મારી એકલતાનો લાભ લઈને ફાયરીંગ અગાઉ થયું હતું. આવનાર દિવસે કન્ફર્મ કરી પોલીસને જાણ કરીશું.

ભાજપના ધારાસભ્ય કે.સી. રાઠોડે દાવો કર્યો છે કે તેમના જીવને જોખમ છે. ધારાસભ્યએ કહ્યું કે તેમની પર અગાઉ હુમલો થઈ ચૂક્યો છે. તેમને ડર છે કે તેમના પર જીવલેણ હુમલો થઈ શકે છે. રાઠોડે ઉના મતવિસ્તારમાંથી 2022ની વિધાનસભા ચૂંટણીમાં 40,000 મતોના માર્જિનથી જીત મેળવી હતી. તેમણે મીડિયા સાથે વાત કરતા પોતાની ચિંતા વ્યક્ત કરી હતી.

संबंधित पोस्ट

ગુજરાત સરકારનું સરાહનીય પગલુઃ માત્ર તાલીમ જ નહીં પરંતુ વેપાર શરૂ કરી શકે તે માટે રૂ. 30 હજારની લોન પણ મળશે

Admin

कांग्रेस के नए प्रदेश अध्यक्ष और छह प्रांतीय अध्यक्ष आज कार्यभार करेंगे ग्रहण

जगदीप धनखड़ को उप राष्ट्रपति चुने जाने पर राष्ट्रपति और प्रधानमंत्री समेत कई नेताओं ने दी बधाई

Karnavati 24 News

भाजपा का बड़ा चुनावी दांव , 4 प्रदेश के बदले अध्यक्ष

Karnavati 24 News

पीएम मोदी जी कर्नाटक दौरा कहा राज्य में फिर बनेगी सरकार

Karnavati 24 News

करहल में सीएम योगी! बोले- जिन लोगों की ज्यादा गर्मी निकल रही है, वह 10 मार्च के बाद शांत हो जाएगी

Karnavati 24 News