Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

મોરબી એસપી કાર્યાલય ખાતે પીએમ મોદીએ બેઠક કરી, આપ્યા આ સૂચનો

મોરબી એસપી કાર્યાલય ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે અધિકારીઓએ પીડિત પરિવારો સાથે સંપર્કમાં રહેવું જોઈએ અને આ દુઃખની ઘડીમાં તેમને શક્ય તમામ મદદ મળે તે તમામ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

આ ઉપરાંત એસપી ઓફીસે અધિકારીઓએ વડા પ્રધાન મોદીને બચાવ કામગીરી અને અસરગ્રસ્ત લોકોને આપવામાં આવી રહેલી સહાય વિશે માહિતી આપી હતી. પીએમ મોદીએ વિગતવાર અને વ્યાપક તપાસ કરવાની સલાહ આપી છે. પીએમ મોદીએ કહ્યું કે અધિકારીઓએ પીડિત પરિવારોના સંપર્કમાં રહેવું જોઈએ અને તે સુનિશ્ચિત કરવું જોઈએ કે તેઓને દુઃખની આ ઘડીમાં શક્ય તમામ મદદ કરે. અધિકારીઓ દ્વારા પીએમને અહીંની તમામ ઘટનાઓની રજેરજની માહિતી આપવામાં આવી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરબીમાં સૌ પહેલા બ્રિજનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ તેઓ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જ્યાં ઈજાગ્રસ્તો છે તેમની સાથે વાતચીત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના હાલચાર પૂછ્યા હતા અને દર્દીઓને સાંત્વના આપી હતી. મોરબી એસપી ઓફિસ પર જઈને વડાપ્રધાને બેઠક કરી હતી.

ત્યાં જઈ રીવ્યૂ બેઠકમાં તમામ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. મોરબીમાં સર્જાયેલી ભયંકર દુર્ઘટના બાદ સમગ્ર પંથકમ શોકમય બન્યું છે અને બુધવારે રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો છે.

संबंधित पोस्ट

દૈનિક રાશિફળ (૨૯/૧૨/૨૦૨૫)

Gujarat Desk

ઇઝરાયલે અમેરિકા દ્વારા રજૂ કરાયેલી નવી ગાઝા યુદ્ધવિરામ યોજનાનો સ્વીકાર કર્યો, 60 દિવસ માટે આક્રમણ બંધ કરવાનો પ્રસ્તાવ

Gujarat Desk

વર્ષ ૨૦૨૪માં દેશ-વિદેશના ૧૮ કરોડથી વધુ પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી: પ્રવાસન મંત્રીશ્રી મૂળુભાઈ બેરા

Gujarat Desk

આજનું રાશિફળ (૨૮/૦૬/૨૦૨૬)

Gujarat Desk

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આપી ભાવભીની વિદાય

Gujarat Desk

સેમિકંડક્ટર અને ઊર્જા ક્ષેત્ર માટે યુવાનોને ઉદ્યોગો સંબંધિત કૌશલ્યોથી સજ્જ કરવા માટે NSDC અને PDEU નો સહયોગ

Gujarat Desk