Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

મોરબીમાં વિશ્વ ગ્રાહક સપ્તાહ નિમિતે કર્મનિષ્ઠ કર્મચારી અને પ્રામાણિક વેપારીના સન્માન

મોરબીમાં વિશ્વ ગ્રાહક સપ્તાહ નિમિતે કર્મનિષ્ઠ કર્મચારી અને પ્રામાણિક વેપારીના સન્માન

ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી દ્વારા અનેરૂ આયોજન કરાયું

મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આજે વિશ્વ ગ્રાહક સપ્તાહની ઉજવણી નિમિતે કર્મનિષ્ઠ કર્મચારી અને પ્રમાણિક વેપારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો જે સમારોહમાં પૂર્વ સાંસદ રમાબેન માવાણી, સિરામિક એસોના અગ્રણી વિનોદભાઈ ભાડજા, મુકેશભાઈ ઉધરેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

જે સન્માન સમારોહમાં પોલીસ વિભાગ, પોસ્ટ વિભાગ, જીલ્લા પુરવઠા કચેરી અને કલેકટર કચેરી સહિતના સ્થળોએ કર્તવ્યનિષ્ઠ કર્મચારીઓ અને પ્રમાણિક વેપારીઓ મળીને કુલ ૭૦ વ્યક્તિના સન્માન કરવામાં આવ્યા હતા સાથે જ સેવાકાર્યો કરતી સામાજિક સંસ્થાઓને સન્માનિત કરવામાં આવી હતી વિશ્વ ગ્રાહક સપ્તાહ નિમિતે ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જણાવ્યું હતું કે ગ્રાહકો ખરીદી સમયે બીલ મેળવે તે જરૂરી છે ચીજવસ્તુ નું બીલ હોય તો જ ગ્રાહક તકરાર ફોરમમાં ફરિયાદ કરી સકાય છે સાથે જ વેપારી બીલ ના ચુકવે તો પુરવઠા વિભાગ અને ગ્રાહક સુરક્ષામાં ગ્રાહકો ફરિયાદ કરી સકે છે આમ ગ્રાહકો જાગૃત બને તેવી અપીલ પણ આ તકે તેઓએ કરી હતી

संबंधित पोस्ट

યુરોપ તરફ વળી શકે ભારતની નિકાસ, અમેરિકાના ટેરિફ સામે વૈકલ્પિક બજાર તૈયાર…!!

Gujarat Desk

એકમ ક્સોટીનું પ્રશ્નપત્ર વાય૨લ થયાની ઘટના સત્યથી વેગળી : શિક્ષણ બોર્ડ

Karnavati 24 News

આજ નું પંચાંગ (12/11/2025)

Gujarat Desk

ભારતીયો માટે વધુ એક H-1B વીઝાનો આંચકો?

Gujarat Desk

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: ભારતીય નૌકાદળના 40 સબમરીનર્સે પાણીની અંદર યોગ કર્યા

Gujarat Desk

વિજય હજારે ટ્રોફીની પ્રથમ બે મેચ માટે દિલ્હીની ટીમમાં વિરાટ કોહલીનો સમાવેશ, ઋષભ પંત કેપ્ટન બનશે

Gujarat Desk