Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
राजनीति

મોદી સરનેમ કેસ: ‘રાહુલ ગાંધીએ 2013માં આ બિલ ન ફાડ્યું હોત તો બચી જતે લોકસભાનું સભ્યપદ’

મોદી સરનેમ કેસમાં સુરતની સેશન્સ કોર્ટે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારી છે. કોર્ટે તેમને દોષિત ઠેરવ્યા અને 15,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ના કાયદા હેઠળ તેમનું લોકસભાનું સભ્ય પદ છીનવી લેવામાં આવ્યું છે. જો રાહુલ ગાંધીએ ભૂતકાળમાં આ એક ભૂલ ન કરી હોત તો તેમના પદ પર આ સંકટ ન આવ્યું હોત.

રાહુલ ગાંધીએ પોતાની જ સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા એક વટહુકમની નકલ ફાડી નાખી હતી. 10 વર્ષ પહેલા કરેલી આ ભૂલ તેમને મોંઘી પડી છે. માનવામાં આવે છે કે સુપ્રીમ કોર્ટના આદેશના કારણે રાહુલ ગાંધીનું પદ જોખમમાં મુકાયું. હવે તે 8 વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં.

શું હતો આ વટહુકમ?

મનમોહન સિંહ સરકાર દ્વારા લાવવામાં આવેલા આ વટહુકમની નકલ રાહુલ ગાંધીએ ફાડી નાખી હતી. આ વટહુકમ દોષિત સાંસદોને સીટ બચાવવા માટે 3 મહિનાનો સમય આપે છે. સુપ્રીમ કોર્ટનો આ એક નિર્ણય તેમના સાંસદ પદ માટે કાળ બની શકે છે. વટહુકમ આ આદેશ વિરુદ્ધ જ લાવવામાં આવી રહ્યો હતો.

શું છે આ કાયદો? 

જનપ્રતિનિધિત્વ અધિનિયમ મુજબ, જો સાંસદ અને ધારાસભ્યને કોઈ પણ કેસમાં 2 વર્ષથી વધુની સજા થાય છે તો તેમનું સભ્યપદ રદ થઈ જશે. સજા પૂરી થયાના 6 વર્ષ સુધી કોઈ ચૂંટણી લડી શકશે નહીં. આ જ કાયદો રાહુલ ગાંધી પર લાગુ કરવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટના આદેશ વિરુદ્ધ આવ્યો હતો આ વટહુકમ 

આ વટહુકમ વર્ષ 2013માં આવ્યો હતો. યુપીએ સરકારે આદેશ પસાર કર્યો હતો. જુલાઈમાં સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપ્યો હતો કે જો દોષિત સાબિત થશે તો સાંસદો અને ધારાસભ્યોનું સભ્યપદ રદ કરવામાં આવશે. કોંગ્રેસના આ વટહુકમ પર ભાજપ, ડાબેરી સહિત અનેક વિપક્ષી દળોએ કોંગ્રેસને ખરાબ રીતે ઘેરી હતી. રાહુલ ગાંધીએ આ વટહુકમની કોપી ફાડી નાખી હતી.

संबंधित पोस्ट

PM મોદીએ ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર હુમલાનો મુદ્દો અલ્બેનીઝ સામે ઉઠાવ્યો, જાણો શું કહ્યું

Karnavati 24 News

अखिलेश पहुंचे चाचा शिवपाल के घर, सियासी गलियारों में मची हलचल

Admin

બોર્ડર વિલેજના ગામોની વસ્તીને નાસિક મહારાષ્ટ્ર તરફ જવા- આવવા માટે આશરે 20 કિમીનો ઘટાડો થયો.

Admin

पूर्व डीजीपी कुंवर विजय प्रताप ने सुखबीर बादल पर लगाए गभीर आरोप

कर्नाटक विधानसभा चुनाव: भाजपा में हो सकती है बगावत, दबाव में बीजेपी

Admin

ગુજરાત પ્રદેસ કોંગ્રેસ સમિતિ ના વરિષ્ઠ અગ્રણી કિશનસિંહજી બાબુસિંહજી તોમર નું આકસ્મિક નિધન.

Karnavati 24 News