Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

મોડાસા નગર પાલિકાને સરકાર દ્વારા નવીન ફાયર વોટર બાઉઝર ફાળવાયું, પાલિકા પ્રમુખે કરી પૂજા

રાજ્ય સરકાર ફાયર સેફ્ટીને લઇને સતર્ક બની છે, છાશવારે બનતી આગની ઘટનાઓને લઇને ફાયર ઈક્યુપમેન્ટ વસાવવા માટે પ્રયાસો કરે છે ત્યારે અરવલ્લી જિલ્લાની મોડાસા નગર પાલિકાના ફાયર વિભાગને નવીન વોટર બાઉઝરની ફાળવણી કરવામાં આવતા કાર્યરત કરવામાં આવ્યું છે. મોડાસા ફાયર સ્ટેશન ખાતે નવીન વોટર બાઉઝરને પૂજાવિધી કરીને કાર્યરત કરવામાં આવ્યું હતું.

અરવલ્લી જિલ્લામાં કોઇપણ જગ્યાએ આગની ઘટના ઘટે તો મોડાસા નગર પાલિકા ફાયર વિભાગની ટીમ પહોંચી જાય છે, જિલ્લાના કોઇપણ છેડા પર આગની ઘટના પર કાબૂ કરવા માટે મોડાસા ફાયર વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક પહોંચી જતી હોય છે આવામાં ફાયર વિભાગમાં નવીન વોટર બાઉઝરનો ઉમેરો થતાં હવે ટેકનોલોજી તેમજ નવીન વાહનથી ફાયર વિભાગને મોટી રાહત મળવાની શક્યતાઓ છે.

રાજ્ય સરકાર ઘ્વારા રાજ્ય અગ્નિ શમન સેવા શુદર્દઢ બનાવા માટે મોડાસા નગર પાલિકા ખાતે ફાળવામાં આવેલ નવીન ફાયર વોટર બાઉઝર ને  મોડાસા નગર પાલિકા પ્રમુખજલ્પાબેન ભાવસાર ચીફ ઓફિસર સંજય પંડ્યા, ફાયર ચેરમેન શિલ્પાબેન પ્રજાપતી, વાહનવ્યવહાર ચેરમેન, હરેશ  ભોઈ, ફાયર વાયરલેસ ઓફિસર હેમરાજસિંહ વાઘેલા ઘ્વારા  ફાયર સ્ટેશન ખાતે  પૂજાવિધિ કરી રીબીન કાપી લિલી ઝંડી આપવામાં આવી.

संबंधित पोस्ट

ગુજરાતમાં પોલીસ ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા

Gujarat Desk

મહારાષ્ટ્ર સરકાર મકરસંક્રાંતિ પર લાડલી બેહના ખાતામાં 3,000 રૂપિયા ટ્રાન્સફર કરશે, કોંગ્રેસે ઉઠાવ્યો વાંધો

Gujarat Desk

સુરત માં શિવરાત્રી ને લઈ શિવાલયો મા ભક્તો નું ઘોડા પુર ઉમટયું

Karnavati 24 News

અમેરિકા અને કેનેડાના સબંધોમાં ખટાસ??

Gujarat Desk

ગુજરાતમાં અત્યાર સુધીમાં ૧૨,૫૦૦થી વધુ સ્ટાર્ટઅપ્સને માન્યતા: રાજ્યને સતત ૪ વર્ષ સુધી સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં “બેસ્ટ પરફોર્મર” એવોર્ડ એનાયત

Gujarat Desk

ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ થરાલી આપત્તિ પીડિતો અને પરિવારો માટે 5 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી

Gujarat Desk