Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

મોંઘવારીનો વધુ એક માર: હવે 19 કિલો કોમર્શિયલ LPG ગેસ 250 રૂપિયા મોંઘુ થયુ

19 કિલોના કોમર્શિયલ રસોઇ ગેસ એલપીજીના ભાવ વધી ગયા છે, 19 કિલોના કોમર્શિયલ રસોઇ ગેસ એલપીજીની કિંમતમાં 250 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો

લોકોને વધુ એક મોંઘવારીનો ઝટકો લાગ્યો છે. હવે 19 કિલોના કોમર્શિયલ રસોઇ ગેસ એલપીજીના ભાવ વધારી દેવામાં આવ્યા છે. 19 કિલોના કોમર્શિયલ રસોઇ ગેસ એલપીજીની કિંમતમાં 250 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો છે. આજથી તેની કિંમત 2253 રૂપિયા હશે. જોકે, ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઇ વધારો કરાયો નથી.

19 કિલો સિલિન્ડરની કિંમત 2,253 રૂપિયા પ્રતિ યૂનિટ થઇ ગઇ છે. કોલકાતામાં એક સિલિન્ડરની કિંમત 2,351 રૂપિયા, મુંબઇમાં 2,205 રૂપિયા અને ચેન્નાઇમાં તેની કિંમત 2,406 રૂપિયા થઇ ગઇ છે.

મહત્વપૂર્ણ છે કે પહેલા 22 માર્ચે, ઘરેલુ રસોઇ ગેસ એલપીજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે અને તેના ભાવ 50 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધારી દેવામાં આવ્યા હતા.

છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો હતો જેને કારણે લોકો પર મોંઘવારીનો વધુ એક માર જોવા મળ્યો છે. વિપક્ષ દ્વારા મોંઘવારીને લઇને વિરોધ કરવામાં આવી રહ્યો છે.

संबंधित पोस्ट

જથ્થાબંધ ફુગાવો ઓગસ્ટમાં ઘટીને 12.41% થયો, ડેટા કરવામાં આવ્યો જાહેર

Karnavati 24 News

5 સ્ટાર હોટલ બાદ હવે મુકેશ અંબાણી આ ટેક્સટાઈલ કંપની ખરીદવાની તૈયારી કરી રહ્યા છે, જાણો વિગત

Karnavati 24 News

શેરબજારમાં ટોચની 10 કંપનીઓમાંથી 8ની માર્કેટ કેપમાં 2.50 લાખ કરોડનો વધારો થયો, જાણો કોણ છે નંબર 1

Karnavati 24 News

LICનું નબળું લિસ્ટિંગઃ માર્કેટ કેપની દૃષ્ટિએ 5મી સૌથી મોટી કંપની બની.

Karnavati 24 News

સોનું: 2022માં સોનું રૂ. 55,000 સુધી પહોંચવાની ધારણા છે, વધવા પાછળનું કારણ જાણો

Karnavati 24 News

રિલાયન્સ જિયો તરફથી આકર્ષક ઓફર! આપી રહ્યું છે 1,500 રૂપિયાનો બેનિફિટ, બસ કરવું પડશે આ કામ

Karnavati 24 News