Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને ગુજરાત રાજ્ય બીજ નિગમનો રૂ.૧૦.૬૫ કરોડનો ડિવિડન્ડ ચેક અર્પણ



(જી.એન.એસ) તા. 6

ગાંધીનગર,

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને ગુજરાત રાજય બીજ નિગમ લિ. દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ના વર્ષના ડિવિડન્ડનો રૂા.૧૦.૬૫ કરોડનો ચેક ગાંધીનગરમાં અર્પણ કરવામાં આવ્યો હતો.

 મુખ્યમંત્રીશ્રીને રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના ગુજરાત રાજય બીજ નિગમ લિ.ના ડિવિડન્ડનો આ ચેક કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, કૃષિ રાજ્ય મંત્રી શ્રી બચુભાઈ ખાબડ, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસ, ગુજરાત રાજય બીજ નિગમના ચેરમેન અને અધિક મુખ્ય સચિવ શ્રી અંજૂ શર્મા, વહીવટી સંચાલક શ્રી પી.એસ.રબારીની ઉપસ્થિતિમાં અર્પણ કરવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દૃષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાત રાજય બીજ નિગમ “ગુરાબીનિ” બ્રાન્ડથી ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળું બિયારણ પુરું પાડી રહ્યું છે.

ગુજરાત રાજ્ય બીજ નિગમે ૨૦૨૩-૨૪ના વર્ષમાં ૨.૯૨ લાખ કિવન્ટલ બીજનું ઉત્પાદન તથા ૨.૬૨ લાખ કિવન્ટલ જેટલા બિયારણનું વિતરણ કર્યું છે.

संबंधित पोस्ट

અમદાવાદ ગ્રામ્યના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ત્રણ બોગસ ડૉક્ટરોની ધરપકડ કરવામાં આવી

Gujarat Desk

આમિર ખાને સ્નવીકાર્યું કે તે ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ વિશે ‘ખરેખર ગંભીર’ છે: ‘મારા હૃદયમાં, હું પહેલેથી જ પરિણીત છું’

Gujarat Desk

વડોદરા મહાનગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી સામાન્ય સભામાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ મુદ્દે ભારે હોબાળો મચ્યો

Gujarat Desk

‘બજેટ’ એટલે શું? આ શબ્દના અર્થ પાછળ છે રસપ્રદ ઈતિહાસ

Gujarat Desk

આજનું રાશિફળ (12/06/2025)

Gujarat Desk

ગાંધીનગર મેડિકલ કોલેજમાં રેગિંગનો બનાવ; 14 સિનિયર વિદ્યાર્થીઓ હોસ્ટેલમાંથી સસ્પેન્ડ

Gujarat Desk