Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

મહિલા બૂટલેગરોએ પોલીસ સામે ફેંકી બિયરની બોટલો

અમદાવાદ પોલીસ પકડવા પહોંચી તો રિક્ષા દોડાવીને ગાળો ભાંડી, ફરિયાદ નોંધાઈ

(જી.એન.એસ),તા. ૧૮

અમદાવાદ

અમદાવાદમાં નરોડા પોલીસે બિયરનો જથ્થો લઈને આવી રહેલી મહિલાઓને પકડવા પીછો કર્યો હતો. ત્યારે મહિલાઓ પોલીસથી બચવા રિક્ષામાં નાસી રહી હતી. અચાનક રિક્ષા ઊભી રાખીને મહિલાઓએ પોલીસની હાજરીમાં રોડ પર બિયરની બોટલો ફેંકી હતી. પોલીસથી બચવા દારૂનો મહિલાઓએ જાતે જ નાશ કરી દીધો હતો. આ અંગે પોલીસે મહિલાઓ સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

નરોડા પોલીસને બાતમી મળી હતી કે નાના ચિલોડા તરફથી બે મહિલા રિક્ષામાં બિયરનો જથ્થો લઈને છારાનગર જઈ રહી છે, જેના આધારે પોલીસે રિક્ષા આવતાં પીછો કર્યો હતો. પોલીસથી બચવા શરૂઆતમાં રિક્ષા દોડાવી હતી. એ બાદ સરદારનગર પોલીસ સ્ટેશનની હદમાં મહિલાઓ બિયરના થેલા ફેંક્યા હતા. પોલીસ આવતાં મહિલાઓએ રોડ પર બિયરની બોટલ પોલીસની સામે જ ફેકી હતી, જોકે બનાવ બનતાં રાહદારીઓ પણ ગભરાઈ ગયા હતા. મહિલાઓનો બિયરની બોટલો ફેંકતો વીડિયો પણ વાઇરલ થયો છે, જેમાં તેમણે પોલીસને બીભત્સ ગાળો પણ આપી રહી હતી. જાહેર રોડ લઈ બિયરની બોટલો ફેંકતાં રોડ પર બિયરનો જથ્થો પડ્યો હતો. એના કારણે પોલીસને રોડ પરથી બિયરનો જથ્થો હટાવવાની ફરજ પડી હતી.

संबंधित पोस्ट

કોઈપણ રાજ્ય કે રાષ્ટ્રના વિકાસ માટે માર્ગો કરોડરજ્જુ સમાન: રાજ્ય મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા

Gujarat Desk

રાજકોટવાસીઓ બેસબરીનો આવશે આજે અંત: વડાપ્રધાન મોદી ત્રણ ઓરબ્રિજનું લોકાર્પણ કરી ટ્રાફિકની સમસ્યાનો કરશે હલ

Admin

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના કેસમાં પોલીસે બે સગીરોની સંડોવણીનો આઘાતજનક ખુલાસો કર્યો

Gujarat Desk

ગાંધીનગર: વધતી જતી મોંઘવારી સામે વિધાનસભામાં કોંગ્રેસનો હલ્લાબોલ, બેનેરો અને સૂત્રોચ્ચાર કરી સરકારે ઘેરી

Admin

થાઇલેન્ડ-કંબોડિયા સરહદી તણાવ વચ્ચે ભારતે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી

Gujarat Desk

ડોલર સામે રૂપિયો ઐતિહાસિક તળિયે, મોંઘવારી વધવાની શક્યતા…!!

Gujarat Desk