Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ આખરે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત કરી દીધી

હારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ આખરે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત કરી દીધી છે. આ સાથે જ મહારાષ્ટ્રની રાજકીય ઉથલ-પાથલે હવે નવો વળાંક લીધો છે.

ભાજપ અને અપક્ષના કેટલાક ધારાસભ્યોએ ગઈકાલે ફ્લોર ટેસ્ની માગણી ઉઠાવી હતી.

ત્યારે એકનાથ શિંદેની આગેવાનીમાં શિવસેનાના બળવાખોરો આજે ગુવાહાટીથી ગોવા જશે તેવા અહેવાલો મળી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેને ગુરૂવારના રોજ ફ્લોર ટેસ્ટ દ્વારા પોતાની બહુમતી સાબિત કરવા આદેશ આપવામાં આવ્યો છે
બળવાખોરો તાજ રિસોર્ટ એન્ડ કન્વેન્શન સેન્ટરમાં રોકાય તેવી શક્યતા છે અને તે માટે 71 રૂમ બુક કરી દેવામાં આવ્યા છે. સાંજે 4:30 કલાકે પ્રાઈવેટ જેટ ગોવામાં લેન્ડ થાય તેવી શક્યતા છે. ગુવાહાટીની રેડિસન બ્લુ હોટેલમાં એક સપ્તાહના રોકાણ બાદ ધારાસભ્યોને લેવા માટે બસો આવી પહોંચી છે અને સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આવતીકાલે વિધાનસભાના વિશેષ સત્રમાં ફ્લોર ટેસ્ટ દ્વારા પોતાની બહુમતી સાબિત કરવાના છે. આ કારણે મુંબઈથી નજીક હોવાના કારણે તથા ભાજપની સત્તા હોવાના કારણે શિવસેનાના બળવાખોર નેતાઓ માટે ગોવા એક અનુકૂળ સ્થળ બની શકે છે.

संबंधित पोस्ट

વ્યારામાં વર્ષોથી ઓવર બ્રિજનું કામ અધ્ધરતાલ, ભારતીય હિતરક્ષક પાર્ટીએ કહ્યું,સરકારની નાકામી

Karnavati 24 News

વાઈબ્રન્ટ ગુજરાત અંતર્ગત યોજાનાર ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં પાટણ યુનિવર્સિટી પહેલી વખત ભાગ લેશે

Karnavati 24 News

ભારત જોડો યાત્રા : પદયાત્રામાં સામેલ કોંગ્રેસના ચાર કાર્યકરોને કરંટ લાગ્યો

Admin

સંસદમાં EDની કાર્યવાહી પર હોબાળો, લોકસભા અને રાજ્યસભા આવતીકાલ સુધી સ્થગિત

Karnavati 24 News

આદિત્ય ઠાકરેના જવાબમાં ભાજપ મેદાનમાં ઉતારશે તેજસ્વી સૂર્યાને; મહારાષ્ટ્રમાં જામશે ખરાખરીનો જંગ

Admin

EWS કોટા પર ફક્ત સામાન્ય વર્ગનો અધિકાર -કેન્દ્ર સરકાર .