Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ભિલાડમાં 2004માં ધાડ અને આર્મ્સ એકટ ગુનામાં ફરાર આરોપીને પોલીસે કાશી ચોરસી મઠ આશ્રમમાંથી સાધુના વેશમાં ઝડપી પાડ્યો



વાપી પોલીસને 21 વર્ષથી ફરાર આરોપીને પકડવામાં મળી સફળતા

(જી.એન.એસ) તા. 18

વાપી,

વર્ષ 2004 માં વાપીના ભીલાડમાં ધાડ અને આર્મ્સ એકટના ગુનામાં ફરાર થઈ ગયેલ એક આરોપીને ઉત્તર પ્રદેશના કાશી ચોરસી મઠ આશ્રમમાંથી સાધુવેશમાં ઝડપી લીધો હતો.

વર્ષ 2004માં વાપીમાં આવેલ ભિલાડ પોલીસ મથકમાં નોંધાયેલા ધાડ અને આર્મ્સ એકટના ગુનામાં આનંદ શિવપૂજન તિવારીને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે આરોપીને પકડવા ભારે શોધખોળ કરવા છતાં કોઇ સફળતા મળી ન હતી.

ત્યારે હવે 21 વર્ષ બાદ  ભિલાડ પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ ભરત મેણશીભાઇને મળેલી એક બાતમીના આધારે પોલીસની ટીમ ઉત્તર પ્રદેશના કાશી સ્થિત ચોરસી મઠ આશ્રમમાં પહોંચી હતી.જ્યાં પોલીસે સાધુવેશ ધારણ કરી રહેતા આરોપી આનંદ તિવારીને પકડી પાડયો હતો. આરોપી ફરાર થયા બાદ આશ્રમમાં પહોંચી સાધુ વેશ ધારણ કરી શ્રી શ્રી 108 સ્વામી અનંતનાથના નામે રહેતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી ભિલાડ લવાયો હતો.

संबंधित पोस्ट

ધોરડો ગામની દુનિયાના “બેસ્ટ ટુરિઝમ વિલેજ” સુધીની સફરને ઐતિહાસિક ગણાવતા રાષ્ટ્રપતિશ્રી

Gujarat Desk

શહેરના રિંગરોડ સ્થિત સબજેલની જમીન ઉપર પાલિકાના નવા વહીવટી ભવનને રાજ્ય સરકારે મંજૂરીની મ્હોર મારી

Karnavati 24 News

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

Karnavati 24 News

જૂની પેન્શન યોજના શરૂ કરવા માટે શિક્ષકો દ્વારા કાળી પટ્ટી ધારણ કરી રેલી કાઢી ધારાસભ્ય ને આવેદનપત્ર

Karnavati 24 News

ઝારખંડ: સીઆરપીએફ ડીજીએ નક્સલ વિરોધી કામગીરીની સમીક્ષા કરી; કોબ્રા કમાન્ડો સાથે મુલાકાત કરી

Gujarat Desk

આજ નું પંચાંગ (૨/૧૨/૨૦૨૫)

Gujarat Desk