Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ભાજપ ગુજરાત પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં પ્રદેશના નવનિયુકત પદાધિકારીશ્રીઓની બેઠક યોજાઇ

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશના નવનિયુકત તેમજ પુર્વ હોદ્દેદારશ્રીઓની સંયુકત બેઠક પણ યોજાઇ

(જી.એન.એસ) તા. ૨૯

ગાંધીનગર,

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, પ્રદેશના મુખ્ય પ્રવકતાશ્રી ડો.અનિલભાઇ પટેલે  મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, આજરોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ સંગઠનના નવનિયુકત પદાધિકારીશ્રીઓની બેઠક યોજાઇ હતી.

ડો.અનિલભાઇ પટેલે જણાવ્યું હતું કે, આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માએ નવનિયુકત પદાધિકારીશ્રીઓને અભિનંદન પાઠવી સંપૂર્ણ શક્તિ સાથે ભાજપના સંગઠનને વધુ સશકત કરવા તેમજ આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહના નેતૃત્વમાં દેશમાં તેમજ રાજ્યમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીના માર્ગદર્શન હેઠળ ભાજપા સરકાર દ્વારા થઈ રહેલા જનહિત અને દેશહિતના કાર્યોને જન જન સુધી પંહોચાડવા હાકંલ કરી હતી. પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજીએ સંગઠનની સુદ્રઢ અને સુનિયોજીત કાર્યશૈલી થકી બુથ સુઘીના કાર્યકર્તાને સાથે રાખી પક્ષની વિચારઘારા છેવાડાના માનવી સુઘી પહોંચાડવા આહ્વવાન કર્યુ હતું. 

ડો. અનિલભાઇ પટેલે જણાવ્યું હતું કે, આ બેઠક બાદ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને પ્રદેશના નવનિયકુત તેમજ પુર્વ હોદ્દેદારશ્રીઓની સંયુકત બેઠક યોજાઇ હતી જેમાં નાયબ મુખ્યમંત્રશ્રી હર્ષભાઇ સંઘવી, પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રી તેમજ નાયબ મુખ્યમંત્રીશ્રીએ નવનિયુકત પદાધિકારીશ્રીઓને અભિનંદન પાઠવ્યા હતા. બેઠકમાં ઉપસ્થિત સર્વે મહાનુભાવો દ્વારા પુર્વ પ્રદેશ પદાધિકારીઓનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં પ્રદેશના પુર્વ પદાધિકારીશ્રીઓએ નવનિયુક્ત પદાધિકારીશ્રીઓને ઉલ્લાસપુર્ણ વાતાવરણમાં અભિનંદન પાઠવ્યા હતા અને સંયુકતપણે 24*7 પક્ષની કામગીરી કરવાની કટિબદ્ધતા દર્શાવી હતી.

संबंधित पोस्ट

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ ની સૌજન્ય શુભેચ્છા મુલાકાત રાજ્યમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસ્સદો તૈયાર કરવા રચવામાં આવેલી કમિટીના અધ્યક્ષ અને સભ્યોએ ગાંધીનગરમાં લીધી

Gujarat Desk

ટ્રમ્પની 20-મુદ્દાની ગાઝા યોજના ‘આપણી નથી’: પાકિસ્તાન વિદેશ મંત્રી

Gujarat Desk

 દાસજ ગામમાં પશુપાલકોને પશુઓમા દૂધ ઉત્પાદન વધારવાના તેમજ નફાકારક પશુપાલન માટે વૈજ્ઞાનિક અભિગમ વિશે માહિતી તેમજ માર્ગદર્શન

Karnavati 24 News

દિલ્હી યુનીવર્સીટીના પૂર્વ પ્રમુખ રોનક ખત્રીને જાનથી મારી નાખવાની ધમકી, 5 કરોડ રૂપિયા માંગ્યા

Gujarat Desk

આજ નું પંચાંગ (20/09/2025)

Gujarat Desk

એસ.એસ.સી. અને એચ.એસ.સી. પરીક્ષાર્થીઓ માટે શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાની શુભકામનાઓ

Gujarat Desk