Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ભરૂચ જિલ્લાના માંગરોળ ખાતે ગ્રામજનો દ્વારા 1500 ફૂટ લાંબી સાડી (ચુંદડી) માતા નર્મદાને અર્પણ 

(જી.એન.એસ) તા. ૨૫

ભરૂચ,

નર્મદા જયંતિના પાવન પર્વે નર્મદા કિનારે નમામિ દેવી નર્મદે ના નાદ સાથે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. ભરૂચ જિલ્લાના માંગરોળ ખાતે ગ્રામજનો દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 1500 ફૂટ લાંબી સાડી (ચુંદડી) માતા નર્મદાને અર્પણ કરી વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરવામાં આવી હતી.

માંગરોળ ખાતે નર્મદા નદી ‘ઉત્તરવાહિની’ સ્વરૂપે વહે છે, જેનું ધાર્મિક દ્રષ્ટિએ અનન્ય મહત્ત્વ છે. ચૈત્ર માસમાં અહીં હજારો શ્રદ્ધાળુઓ પરિક્રમા માટે ઉમટી પડે છે. રવિવારે નર્મદા જયંતિ નિમિત્તે સુરતથી ખાસ મંગાવવામાં આવેલી 1500 ફૂટ લાંબી સાડી માંગરોળના કિનારેથી સામે પાર રીંગણી ગામના કિનારા સુધી અર્પણ કરવામાં આવી હતી.

મહત્વનું છે કે, આ ભવ્ય આયોજનમાં 1000થી વધુ શ્રદ્ધાળુઓ જોડાયા હતા. નદીની મધ્યધારામાં 15 જેટલી નાવડીઓની મદદથી સાડીને એક છેડેથી બીજા છેડા સુધી ફેલાવી માતાજીને ઓઢાડવામાં આવી હતી. મંત્રોચ્ચાર અને ‘નર્મદે સર્વદે’ના નાદ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. વિશેષ વાત એ છે કે, અર્પણ કર્યા બાદ આ સાડી પરત લેવામાં આવી હતી, જે હવે પ્રસાદી સ્વરૂપે ગ્રામજનોમાં વહેંચવામાં આવશે. હજારો શ્રદ્ધાળુઓએ માનવસાંકળ રચી, એકબીજાના હાથની મદદથી માતાજીને સાડી ઓઢાડી હતી. આ દ્રશ્ય એટલું મનોહર હતું કે, જાણે નર્મદા મૈયા પોતે શ્રદ્ધાના વસ્ત્રો ધારણ કરી રહ્યા હોય! દર્શન માત્રથી પાપ ધોનારી નર્મદા નદી પ્રત્યેની આ અનોખી ભક્તિ આજે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની છે.

પૌરાણિક માન્યતા અનુસાર, ભગવાન શિવ જ્યારે મૈકલ પર્વત પર તપસ્યા કરી રહ્યા હતા, ત્યારે તેમના પરસેવાના ટીપામાંથી એક કુંડ રચાયો અને તેમાંથી એક કન્યાનો જન્મ થયો, જે નર્મદા તરીકે ઓળખાયા. શિવજીના આદેશથી તેઓ રેવા (અવાજ) કરતા વહેવા લાગ્યા, તેથી તેમનું નામ ‘રેવા’ પણ પડ્યું. મૈકલ પર્વતમાંથી ઉદ્ભવતા હોવાથી તેમને ‘મૈકલ સુતા’ પણ કહેવામાં આવે છે.

ગંગામાં સ્નાન કરવાનું જે ફળ મળે છે, તે નર્મદાના માત્ર દર્શનથી મળે છે તેવી લોકવાયકા છે.  મહર્ષિ માર્કન્ડેય અનુસાર નર્મદાના કણ-કણમાં શંકર (નર્મદેશ્વર મહાદેવ) વસે છે. ભારતની સાત પવિત્ર નદીઓમાં નર્મદાનું સ્થાન અગ્રગણ્ય છે. પ્રલય કાળમાં પણ નર્મદા નદી શાંત અને અવિરત વહેતી હોવાનું પુરાણોમાં વર્ણન છે.

संबंधित पोस्ट

જમ્મુ: વેષ્ણોદેવી મંદિરમાં ભાગદોડ, 12 લોકોના મોત, 20થી વધુ ઘાયલ

Karnavati 24 News

દેશની રાજધાનીમાં વિધાનસભા ચૂંટણી હાર્યા બાદ આમ આદમી પાર્ટીમાં સંગઠનાત્મક ફેરફારો કર્યા

Gujarat Desk

અમદાવાદમાં રાજ્યકક્ષાનો દ્વિદિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ સંપન્ન

Gujarat Desk

મુન્દ્રાથી ટ્રેન મારફતે દિલ્હી તરફ ગયેલા ત્રણ કન્ટેનરને રોકીને અઢી કરોડની સોપારીનો જથ્થો ઝડપી પાડયો

Gujarat Desk

કેન્દ્રીય આયુષમંત્રી ડૉ. મહેન્દ્રભાઇ મુંજપરાનાં અધ્યક્ષ સ્થાને સુરેન્દ્રનગર ખાતે આયુષ્માન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો

Admin

જામનગર જિલ્લાની પાંચ અલગ અલગ ઔદ્યોગિક વસાહતોમાં કુલ ૪૨૮૪ પ્લોટ તથા શેડની ફાળવણી કરવામાં આવી છે: ઉદ્યોગ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત

Gujarat Desk