Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

ભરૂચ:ઝાડેશ્વર વિસ્તારમાં મંદિર નજીક પાર્ક કરેલ કાર માં આગ લાગતા દોડધામ

ભરૂચ:મંદિર પાસે પાર્ક કરેલ કાર માં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ,સદનસીબે કોઈ જાનહાની નહિ..!

હાલ ઉનાળાની ઋતુ ચાલી છે,જેમાં આગ લાગવાની ઘટનાઓમાં પણ દિન પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે,ભરૂચ જિલ્લામાં છેલ્લા એક માસ માં ઉધોગો,વાહનો,ગોડાઉનો,મકાનો તેમજ ખુલ્લા પ્લોટ ના ઝાડીઓમાં આગ લાગવાની અનેક ઘટનાઓ સામે આવી છે,તેવામાં વધુ એક ઘટના સામે આવતા એક ગાડી સળગી જતા એક સમયે દોડધામ મચી હતી, ભરૂચ ના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ શીતળા માતા ના મંદિર પાસેની ખુલ્લી જગ્યામાં ગત મોડી સાંજે પાર્ક કરેલ એક ગાડી માં અચાનક આગ ભભૂકી ઉઠી હતી,જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ લેતા ઉપસ્થિત લોકો માં નાસભાગ મચી હતી,જોકે ઘટના અંગેની જાણ ભરૂચ નગર પાલિકા ના ફાયર વિભાગ ને કરતા ફાયર ના લાશકરોએ તાત્કાલિક સ્થળ પર દોડી જઇ આગ પર પાણી નો મારો ચલાવી તેને કાબુ માં લેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો,

અત્રે ઉલ્લેખનીય છે કે પાર્કિંગ માં રહેલ કાર માં શોર્ટ સર્કિટ થી આગ લાગ્યા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે,જોકે સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની ન થતા લોકોએ પણ રાહત નો શ્વાસ લીધો હતો

संबंधित पोस्ट

બિહારના લોકો બધીજ હકીકત સમજે છે, તેઓ NDA ને મોટો જનાદેશ આપવા માટે તૈયાર છે: વડાપ્રધાન મોદી

Gujarat Desk

આ મંદિરમાં ચિઠ્ઠી લખવાથી મનોકામના થઇ જાય છે પૂરી, દેશવિદેશથી આવે છે લોકો દર્શન કરવા

Karnavati 24 News

હાઇવે પ્રોજેક્ટ્સમાં ગુણવત્તા અને પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે NHAI એ RFP ધોરણોને કડક બનાવ્યા

Gujarat Desk

પીઓકેમાં લશ્કર આતંકવાદીઓનું હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું

Gujarat Desk

ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ તા.૦૭ થી ૧૦ જાન્યુઆરી સુધી વડોદરા અને સુરત જિલ્લાના અભ્યાસ પ્રવાસે જશે

Gujarat Desk

ઇટલીમાં આયોજિત સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ્સમાં ગુજરાતની બે મનોદિવ્યાંગ ખેલાડીઓ બની વિજેતા

Gujarat Desk