Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ભચાઉના શિવલખામાં અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામો દૂર કરાયા



(જી.એન.એસ) તા. 5

ભચાઉ,

કચ્છના ભચાઉમ હત્યા સહિત મારામારીના 6થી વધુ ગુનાનો આરોપી અનિલ જાડેજા, જયેન્દ્રસિંહ જાડેજા વિરુદ્ધ તંત્ર દ્વારા પગલાં લેવામાં આવ્યા છે. કચ્છમાં એક બાજુ પોલીસ એક પછી એક ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓના ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી રહી છે. ત્યારે બીજી બાજુ આજે લાકડીયા પોલીસ દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે. 

ભચાઉ તાલુકાના લાકડિયા પોલીસ મથક હેઠળના શિવલખા ખાતે રહેતા અનિલસિંહ અમરસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ અમરસિંહ જાડેજા નામના આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ખૂન સહિત મારામારી ના વિવિધ 6થી વધુ ગુનાઓ નોંધાયેલ છે, જેમાં શરીર સંબંધી ગુનાઓ અને લેન્ડ ગ્રેબીંગ ગુનાઓ દાખલ છે. તંત્રએ અસામાજિક તત્વોના ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી હાથ ધરી છે. 

આરોપી પોતાના આર્થિક ફાયદા સારું ગામ શિવલખા તાલુકો ભચાઉ ના સરવે નંબર ૫૭૪/૧ તથા ટ્રા. સ. નંબર ૧૩૧૭/૪/બિન નંબરી ૪૭ પૈકી ની સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે હોટલ નું બાંધકામ કરેલ જે તોડી પાડવામાં આવેલ છે આ કામગીરી પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર ની સુચના થી લાકડીયા પીઆઈ જે.એમ.જાડેજા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

संबंधित पोस्ट

‘મારો રસ્તો કે ધોરીમાર્ગ’ શૈલીના શાસન પર બિલ ક્લિન્ટનનો ડોનાલ્ડ ટ્રમ્પ પર કટાક્ષ: ‘આવું તો ક્યારેય જોયું નથી…’

Gujarat Desk

NH-48 પર માર્ગ અકસ્માતો ઘટાડવા NHAI અને સાબરકાંઠા પોલીસની અનોખી પહેલ

Karnavati 24 News

અમેરિકા H-1B વિઝા અરજદારો માટે ચકાસણી શા માટે કડક કરી રહ્યું છે; દૂતાવાસે સમજાવ્યું

Gujarat Desk

આજનું રાશિફળ (27/11/2025)

Gujarat Desk

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આપી ભાવભીની વિદાય

Gujarat Desk

ઇરાનની સંસદે હોર્મુઝ ખાડી એટલે કે જળડમરૂને બંધ કરી દેવાનો નિર્ણય લીધો

Gujarat Desk