Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ફાર્મા પર ૧૦૦% ટેરિફનાં સમાચારે ભારતીય શેરબજારમાં કડાકો…!!

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ૧ ઓક્ટોબરથી ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ પર ૧૦૦% ટેરિફ લગાવવાની ઘોષણાના પગલે આજે ભારતીય શેરબજારમાં ૪૫૦ પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. ખાસ કરીને નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ પર દબાણ વધતા તેમાં ૨% કરતા વધુ ઘટાડો નોંધાયો હતો. લુપિન, સન ફાર્મા, ગ્લેનમાર્ક અને સિપ્લા સહિતના મોટાભાગના શેરોમાં નોંધપાત્ર વેચવાલી જોવા મળી રહી છે.

બીએસઈ સેન્સેક્સ ગઈકાલના બંધ ૮૧,૧૫૯ સામે આજે સવારે ૨૦૦ પોઈન્ટથી વધુ ઘટીને ૮૦,૯૫૬ પર ખુલ્યો અને હાલ ૪૦૦થી વધુ પોઈન્ટ નીચે છે. નિફ્ટી ૫૦ પણ ૨૪,૮૯૦ સામે ૭૨ પોઈન્ટ ઘટીને ૨૪,૮૧૮.૫૫ પર ખુલ્યો હતો અને હાલમાં લગભગ ૧૨૯ પોઈન્ટ નીચે છે. ગઈકાલે પણ બજારમાં ભારે દબાણ રહ્યું હતું, જેમાં નિફ્ટી ૧૬૬ પોઈન્ટ અને સેન્સેક્સ ૫૫૫ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા.  ફાર્મા શેરોમાં આ ટેરિફની દહેશત પહેલાથી જ દેખાઈ રહી હતી. સિપ્લા, ડિવીજ લેબ્સ અને અજંતા ફાર્માના શેરોમાં ૫થી ૬% સુધીનો ઘટાડો નોંધાયો છે.

આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ રોકાણકારોની મનોદશા નબળી રહી છે. અમેરિકામાં અગત્યના મોંઘવારીના ડેટા પૂર્વે ડાઉ જોન્સ લગભગ ફ્લેટ રહ્યો હતો અને ફક્ત ૦.૦૮% વધ્યો હતો, જ્યારે એસએન્ડપી અને નાસ્ડેક ફ્યુચર્સમાં ઘટાડો નોંધાયો હતો. એશિયાઈ બજારોમાં અમેરિકાના નવા ટેરિફના સંકેતોને પગલે દબાણ જોવા મળ્યું હતું.

संबंधित पोस्ट

કંબોઈ થી દેલમાલ સુધી 5 કિમી નો રોડ ઉબડ ખાબડ,વાહનચાલકો પરેશાન

Karnavati 24 News

સાયન્સ સિટી ખાતે 21 થી 24 જાન્યુઆરી દરમિયાન યોજાશે ગ્રાન્ડ ફિનાલે

Gujarat Desk

દિલ્હીના મંત્રી સિરસાએ દાવો કર્યો છે કે પંજાબમાં આપ સરકાર ખેડૂતોને ચહેરા ઢાંકીને પરાલી બાળવા માટે મજબૂર કરી રહી છે

Gujarat Desk

ગુજરાતના નાગરિકોએ માત્ર ગણતરીના દિવસોમાં જ ૧૪,૫૦૫ ટનથી વધુ પ્લાસ્ટિક કચરો એકત્ર કર્યો

Gujarat Desk

સામાજિક અને શૈક્ષણિક સંકુલ બનાવવા માટે જમીન ફાળવવામાં આવતા સમગ્ર પ્રજાપતિ સમાજે મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો

Gujarat Desk

રાષ્ટ્રીય શિક્ષક શિક્ષા પરિષદ અને ગૂજરાત વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે ગૂજરાત વિદ્યાપીઠ ખાતે યોજાયું ‘વિકસિત ભારત @2047ની દિશામાં શિક્ષક શિક્ષણનું રૂપાંતરણ’ વિષયક રાષ્ટ્રીય સંમેલન

Gujarat Desk