Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

પોરબંદરની બંધ મહારાણા મીલના ૩૦૦૦ કામદારોના બાકી હક્ક હિસ્સાની ચુકવણીનો માર્ગ મોકળો થશે : રામદેવભાઇ મોઢવાડીયા

પોરબંદરની બંધ મહારાણા મીલના ૩૦૦૦ કામદારોના બાકી હક્ક હિસ્સા મળે તેવા સંજોગો ઉજળા બન્યા છે અને હાઇકોર્ટના નિર્દેશ મુજબ વધતો ન હતો. કામગીરી ગતિમાં હોવાનું જાણવા મળ્યું છે. 

 પોરબંદરની મહારાણા મીલની ૨૫૦૦૦ વાર જેટલી જમીન જગદીશ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝને ભાડે આપી હતી. આ જમીન જગદીશ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ આ જમીન ખાલી કરતું ન હતું. આ જમીન ખાલી કરાવવા માટે મહારાણા મીલ કામદાર સંઘે હાઇકોર્ટમાં દાદ માંગવાનું નક્કી કર્યું હતું. મહારાણા મીલના કામદાર સંઘે ઓલ ઇન્ડીયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી અને કામદારોના હક્ક માટે લડતા દીપકભાઇ બાબરીયાના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ આ જમીન માટે વકીલ સોઢી મારફત હાઇકોર્ટમાં દાદ માંગી હતી.

હાઇકોર્ટે મહારાણામીલના કામદારોની ફેવરમાં હુકમ કર્યો હતો. જેની સામે ડબલ બેન્ચમાં મહારાણા મીલ કામદાર સંઘે દાદ માગી હતી પણ કોરોનાકાળને કારણે આ કેસ આગળ વધતો ન હતો. મહારાણા મીલના કામદારો રામદેવભાઇ મોઢવાડીયાના સહયોગથી હાઇકોર્ટે આપેલી તારીખે ૨૪-૮-૨૨ના રોજ અમદાવાદથી કોંગ્રેસના આગેવાન દીપકભાઇ બાબરીયા અને કામદાર આગેવાન હમીરભાઇ શીંગરખીયા, રાજશીભાઇ પરમાર, પરસોતમભાઇ ટુકડીયા, જીવાભાઇ બોઘાભાઇ, જયસુખભાઇ ગગજ વગેરેએ વકીલ સોઢી મારફતે નામદાર હાઇકોર્ટમાં અરજી કરી હતી.
કામદારોના બાકી હક્ક હિસ્સાની ચુકવણીનો માર્ગ મોકળો થશે એમ અંતમાં રામદેવભાઇ મોઢવાડીયાએ જણાવ્યું હતું.

संबंधित पोस्ट

આઝમગઢમાં બીજેપી નેતા ડો.એમ ચુબાએ કહ્યું: આઝાદી સમયે મળેલા કાચા માલનો યોગ્ય રીતે ઉપયોગ થયો ન હતો, યોગી સરકાર યુપીમાં સારું કામ કરી રહી છે

Karnavati 24 News

 જામનગરની અદાલતે ઉપલેટાના વેપારીને ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સજા ફટકારી

Karnavati 24 News

ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે સોમનાથમાં હનુમાનજીની ૧૬ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું, જાણો શું છે વિશેષતા

Karnavati 24 News

કચ્છમાં એક્ટિવ કોરોનાના કેસનો આંકડો ૬૦ ને પાર : આજે નવા ૧૭ કેસ નોંધાયા

Karnavati 24 News

Govind Namdev to return with Radhe Your Most Wanted Bhai: ‘Salman Khan comes with a lot of positivity’

Admin

રાજકોટમાં જાણો વિજય રુપાણીની સીટ પર કોણે કરી દાવેદારી, રુપાણીનું નામ લિસ્ટમાં નહીં

Admin