Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

પેટા ચૂંટણીમાં ભાજપના સૂપડા સાફ: બંગાળમાં TMCના શત્રુઘ્ન-સુપ્રીયો જીત્યા, બિહારમાં RJDની જીત

દેશની એક લોકસભા અને ચાર વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ચાર બેઠકના પરિણામ જાહેર થઇ ગયા છે. ચારેય રાજ્યમાં ભાજપના ઉમેદવારોએ હારનો સામનો કરવો પડ્યો છે. પશ્ચિમ બંગાળના આસનસોલ લોકસભા બેઠક પરથી શત્રુઘ્ન સિન્હા અને બાલીગંજ વિધાનસભા બેઠક પરથી બાબુલ સુપ્રિયોની જીત થઇ છે.

બિહારની બોચહા બેઠક પરથી રાજદના ઉમેદવાર અમર પાસવાને જીત મેળવી છે. મહારાષ્ટ્રના કોલ્હાપુર ઉત્તરી વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર જયશ્રી જાધવને 18 હજાર મતે જીત મળી છે. છત્તીસગઢની ખૈરાગઢ વિધાનસભા બેઠક પર મતગણતરી ચાલુ છે. મહત્વપૂર્ણ છે કે ચાર રાજ્યની 5 બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણી માટે 12 એપ્રિલે મતદાન થયુ હતુ.

પશ્ચિમ બંગાળની બાલીગંજ વિધાનસભા બેઠક પરથી બાબુલ સુપ્રિયોએ 20 હજાર મતના અંતરથી જીત મેળવી છે. બાબુલ સુપ્રિયોએ ભાજપના ઉમેદવાર કેયા ઘોષને હરાવ્યા છે. આસનસોલ લોકસભા બેઠક પરથી શત્રુઘ્ન સિન્હાએ એક લાખ કરતા વધારે મતથી ભાજપના ઉમેદવાર અગ્નિમિત્રા પૉલને હરાવ્યા છે.

આરજેડીના અમર પાસવાને બિહારમાં બોચહાં વિધાનસભા બેઠક જીતી લીધી છે, તેમણે ભાજપના ઉમેદવાર બેબી કુમારીને 36,653 મતના અંતરથી હરાવ્યા છે. ચૂંટણી પંચ અધિકારીએ તેની જાણકારી આપી છે.

મહારાષ્ટ્રના કોલ્હાપુર ઉત્તરમાં ભાજપ હાર્યુ

મહારાષ્ટ્રમાં સત્તા પર રહેલી મહા વિકાસ અઘાડીની સહયોગી પાર્ટી કોંગ્રેસના ઉમેદવાર જયશ્રી જાધવને કોલ્હાપુર ઉત્તર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સત્યજીત કદમને 18,000થી વધુ મતના અંતરથી હરાવ્યા છે.

संबंधित पोस्ट

 વિસાવદરના રાજકારણમાં અનોખી ખેલદિલી, ભાજપ-કોંગ્રેસ અગ્રણીઓએ સરપંચને સાથે મળી પાઠવી શુભેચ્છા

Karnavati 24 News

‘ધારા‘સભ્યોને મકાનનું ભાડું રોજનો સવા રૂપિયો, મેડિકલ સુવિધા અને હરવા-ફરવાનું મફત!

Karnavati 24 News

નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે!, માર્ચના અંતમાં રાજકીય ભાવીનો ફેસલો કરશે

Karnavati 24 News

Govind Namdev to return with Radhe Your Most Wanted Bhai: ‘Salman Khan comes with a lot of positivity’

Admin

સર્વેના વિવાદ વચ્ચે યોગી સરકાર મદરેસાના આ વિદ્યાર્થીઓનું સન્માન કરશે, પુસ્તકોના ખાતામાં પૈસા પણ આપશે

જામનગર કોગ્રેસે બેરોજગારી અને પેપર લીક બાબતે રેલી કાઢી

Karnavati 24 News