Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતો માટે આગામી ૨૨મો હપ્તો મેળવવા ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી

(જી.એન.એસ) તા. ૨૦

ગાંધીનગર,

કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતો માટે આગામી ૨૨મો હપ્તો મેળવવા ફાર્મર રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. રાજ્યના તમામ ખેડૂતોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ સહાયકારી યોજનાઓનો લાભ સરળતાથી મેળવવા માટે આ ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવું ખૂબ જ જરૂરી છે. જેથી રજીસ્ટ્રેશન કરવાનું બાકી હોય તેવા રાજ્યના ખેડૂત ખાતેદારોને તાત્કાલિક ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી લેવા ખેતી નિયામકની કચેરી, ગાંધીનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

ભારત સરકાર દ્વારા Digital Public Infrastructure for Agricultureના ભાગરૂપે ‘એગ્રીસ્ટેક પ્રોજેક્ટ’ અમલમાં મુકવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં વર્ષ ૨૦૨૪-૨૫થી તમામ ખેડૂતોના રજીસ્ટ્રેશન માટે ફાર્મર રજીસ્ટ્રી શરૂ કરવામાં આવી છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી કૃષિ સંબંધિત વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ રાજ્યના તમામ ખેડૂતોને સરળ, પારદર્શક અને સમયસર રીતે પહોંચાડવાનો છે. ફાર્મર રજીસ્ટ્રી પર કરવામાં આવેલા રજીસ્ટ્રેશન થકી દરેક ખેડૂતને આધાર આઈડીની જેમ ૧૧ અંકનો યુનિક ફાર્મર આઈડી આપવામાં આવે છે.

ખેતી નિયામકની કચેરીની યાદીમાં જણાવ્યા અનુસાર ફાર્મર રજીસ્ટ્રેશન જે તે ગામના VCE/VLE ઓપરેટર અથવા જનસેવા કેન્દ્ર મારફતે કરાવી શકાય છે. તદુપરાંત ખેડૂત દ્વારા જાતે મોબાઈલ મારફતે gjfr.agristack.gov.in લીંક દ્વારા સેલ્ફ રજીસ્ટ્રેશન પણ કરી શકાય છે. ફાર્મર રજીસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજ, આધાર કાર્ડ, આધારથી લિન્ક મોબાઈલ નંબર અને જમીનની વિગતો સાથે રાખવી જરૂરી છે.

संबंधित पोस्ट

BIS અમદાવાદ દ્વારા ટેક્સટાઈલ સંબંધિત ઉદ્યોગોના ગુણવત્તા નિયંત્રણ કર્મચારીઓ માટે બે દિવસીય કેપ્સ્યૂલ કોર્સનું આયોજન

Gujarat Desk

યુએસ કોર્ટે ટ્રમ્પના ટેરિફને ગેરબંધારણીય જાહેર કર્યા; તો ટ્રમ્પ બોલ્યા ‘ટેરિફ હજુ પણ અમલમાં છે’

Gujarat Desk

મહાનગરપાલિકાના કરોડોના પ્રોજેકટોનું 2022માં સમયાંતરે થશે લોકાપર્ણ

Karnavati 24 News

જુનાગઢના બાંટવા નપામાં ભાજપના 15 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા

Gujarat Desk

રાષ્ટ્રીય શિક્ષક શિક્ષા પરિષદ અને ગૂજરાત વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે ગૂજરાત વિદ્યાપીઠ ખાતે યોજાયું ‘વિકસિત ભારત @2047ની દિશામાં શિક્ષક શિક્ષણનું રૂપાંતરણ’ વિષયક રાષ્ટ્રીય સંમેલન

Gujarat Desk

મુલાકાતીઓમાં 40% વધારો થતાં ભારત યુએસ પર્યટન માટે બીજું સૌથી મોટું વિદેશી બજાર બન્યું

Gujarat Desk