Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશરાજકારણ

પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી બહાર ધરણા યોજવામાં આવ્યા

પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી બહાર ધરણા યોજવામાં આવ્યા કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીને નેશનલ હેરાલ્ડ કેસમાં ઈ . ડી . દ્વારા નોટિસ આપીને પૂછપરછ માટે ગુરુવારે બોલાવવામાં આવ્યા હતા . જેને લઈને દેશભરમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું . ત્યારે આજે શુક્રવારે પાટણ કલેક્ટર કચેરી સામે પાટણ જિલ્લા કોંગ્રેસ શંકરજી ઠાકોર ની ઉપસ્થિતિમાં તમેજ ધારાસભ્ય કિરીટભાઈ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન અને ધરણા કરવામાં આવ્યા હતા . કોગ્રેસના કાર્યકરોએ ધરણા કરી સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા . આ અંગે પાટણના કોંગી ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે , જે સરકાર અને ભાજપ વિરોધી વાત કરે છે તેને ED , CID નો ઉપયોગ કરી દબાવવામાં આવે છે . રાહુલ ગાંધીની પૂછપરછ કરી ત્યારે પણ અમે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સોનિયા ગાંધીના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ . જ્યારે જ્યારે સરકાર દ્વારા આવી એજન્સીઓનો ઉપીયોગ કરી સમન્સ પાઠવવા આવશે , આવા કેસમાં પક્ષના નેતાઓને ફસાવવામાં આવશે તો અમે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરીશું . કાર્યક્રમમાં પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા

संबंधित पोस्ट

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજીમાં આદિશક્તિ રાષ્ટ્રીય મહિલા તિરંદાજી સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો

Gujarat Desk

મોદી સ્ટેડિયમમાં ભારત-આફ્રિકા T20

Gujarat Desk

અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં અંદાજીત રૂ. ૫૮૮ કરોડના ખર્ચે ૨૦૦૦ થી વધુ બેડની ક્ષમતા ધરાવતી નવીન હોસ્પિટલ નિર્માણાધીન :- આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ

Gujarat Desk

ઓગસ્ટમાં ઓટો રિટેલ વેચાણમાં ફક્ત ૨.૮૪% વૃદ્ધિ…!!

Gujarat Desk

 કોલકાતા મહાનગરપાલિકાની ચૂંટણીમાં દીદીનો ‘ખેલા હોબે’, TMCની ક્લિન સ્વિપ

Karnavati 24 News

સંઘ પ્રદેશ દીવ મ્યુનિ.ચુંટણીમાં ભાજપનો ભવ્ય વિજય . . .

Karnavati 24 News