Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

 પાટણની રાજનગરી સોસાયટીના રહીશને રખડતા ઢોરે હડફેટે લેતા હાથે ફ્રેક્ચર થયું

પાટણ નગરપાલિકાની નિષ્ક્રીયતાને લઈને શહેરીજનો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે. ત્યારે રખડતા ઢોરોની સમસ્યાએ શહેરીજનો માટે માઝા મૂકી હોય તેમ અવાર નવાર આવા રખડતા ઢોરો રાહદારીઓ સહિત શહેરીજનોને અડફેટમાં લેતા ગંભીર ઈજાઓ પહોંચાડતા હોવાના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ પર આવેલી રાજ નગરી સોસાયટીના રહિશ રમેશચંદ્ર બળદેવભાઈ સોલંકીને તાજેતરમાં રખડતા ઢોરે તેઓના ઘર નજીક જ હડફેટમાં લેતા તેઓને હાથના ભાગે ફેક્ચર થવા પામ્યું હતું. પાટણ નગરપાલિકાના અણધડ વહીવટના કારણે શહેરીજનોની અનેક વખતની રજૂઆત છતાં શહેરમાંથી રખડતા ઢોરોને ડબ્બે કરવાની ઝુંબેશ પાલિકા સત્તાધીશો દ્વારા હાથ નહીં ધરાતા અવાર નવાર આવા રખડતા ઢોરોના ભોગ પાટણ શહેરની નિર્દોષ પ્રજા બની રહી છે. નગરપાલિકાના સત્તાધીશોને સબક શીખવાડવા રખડતા ઢોરનો ભોગ બનેલા રાજનગરી સોસાયટીના રહીશ સોલંકી રમેશચંદ્ર બળદેવભાઈ દ્વારા પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ, સ્વચ્છતા શાખાના ચેરમેન તેમજ વોર્ડ નંબર 10ના વોર્ડ ઈન્સ્પેકટર સામે કાયદેસરની કાર્યવાહી કરવા લેખિતમાં અરજી આપી શહેરીજનોને રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ આપવાનો નમ્ર પ્રયાસ કરાયો હોવાનું તેઓએ જણાવ્યું હતું.

संबंधित पोस्ट

दो माह पूर्व उदयपुर में हुई 24 किलो सोने की लूट के दो आरोपी गिरफ्तार

Admin

બાળકની લાલસામાં મહિલાએ ક્રૂરતાની તમામ હદો વટાવી, ગર્ભવતી મહીલાને ઢોર માર મારી કરી હત્યા, જાણો શું છે સમગ્ર મામલો

Admin

 લાલપુરમાં રીક્ષામાં પેસેન્જર ભરવા બાબતે એક રીક્ષા ચાલકે અન્ય પર હુમલો કરી માર માર્યો

Karnavati 24 News

ડેટીંગ એપ્સનો ઉપયોગ કરતા યુવાઓ સામે લાલબત્તી સમાન કીસ્સો, આ રીતે થાય છે છેતરપીંડી

Admin

વ્યારામાં ઇંગ્લીશ દારૂની 72 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો, બે વોન્ટેડ

Karnavati 24 News

અમરેલી તાલુકાના મોણપુર નજીકથી 22 બોટલ દારૂ સાથે ત્રણ શખ્સો ઝડપાયા

Karnavati 24 News