Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

પશુપાલન અને પ્રાણી કલ્યાણ અંગેની જાગૃતિ માટે રાજ્યભરમાં  આગામી તા.૧૩ માર્ચ ૨૦૨૫ સુધી “પ્રાણી કલ્યાણ પખવાડીયું-૨૦૨૫” ઉજવાશે



(જી.એન.એસ) તા. 15

ગાંધીનગર,

રાજ્યભરમાં પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા આગામી ૧૩ માર્ચ ૨૦૨૫ સુધી ‘પ્રાણી કલ્યાણ પખવાડીયા ૨૦૨૫’ તેમજ ‘પશુપાલન અને પ્રાણી કલ્યાણ જાગૃતિ માસ’ની ઉજવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, આ પખવાડીયાનો શુભારંભ ૧૪ જાન્યુઆરી ૨૦૨૫એ કરવામાં આવ્યો હતો જેનો સમયગાળો વધારીને ૧૩ માર્ચ ૨૦૨૫ સુધી કરવામાં આવ્યો છે.

 આ સમયગાળા દરમિયાન રાજ્યભરમાં આધુનિક પશુપાલન પદ્ધતિઓ અંગે નાગરીકોમાં જનજાગૃતિ વધારવા અને પશુધનના કલ્યાણને પ્રોત્સાહન આપવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તેમ ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડની યાદીમાં જણાવાયું છે.  

યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર, “પ્રાણી કલ્યાણ પખવાડીયા- ૨૦૨૫” અંતર્ગત જનજાગૃતિ માટે પશુપાલકો અને દૂરના ગામડાઓમાં વસતા નાગરીકોમાં પ્રાણી કલ્યાણ અંગે જાગૃતિ આવે તે માટે સ્વ સહાય જૂથો, બિન સરકારી જૂથો NGO, ડેરી ફેડરેશન, જિલ્લા સહકારી મંડળીઓ અને દૂધ સંઘો સાથે ભાગીદારી કરવામાં આવશે.

આ પખવાડીયાની ઉજવણી તમામ પશુ સારવાર સંસ્થાઓ, વેટરીનરી પોલીક્લિનિક સંસ્થાઓ ખાતે આગામી તા.૧૩ માર્ચ ૨૦૨૫ સુધી પ્રાણી કલ્યાણ પખવાડીયું -૨૦૨૫ તેમજ પશુપાલન અને પ્રાણી કલ્યાણ જાગૃતિ માસની ઉજવણી કરવામાં આવશે તેમ ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડની યાદીમાં વધુમાં જણાવાયું છે.   

संबंधित पोस्ट

જગદીશ પંચાલ બનશે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ, આજે થશે સત્તાવાર જાહેરાત અને પદગ્રહણ

Gujarat Desk

ઉમરગામમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ

Gujarat Desk

આજનું રાશિફળ (31/05/2025)

Gujarat Desk

શ્રીલંકન ક્રિકેટરોની સુરક્ષા માટે પાકિસ્તાને સેના તૈનાત કરી

Gujarat Desk

અમદાવાદના ચાંદખેડામાં કારચાલક પોલીસકર્મીએ ટેમ્પોને મારી ટક્કર, અકસ્માતમાં બાળકનું મૃત્યુ

Gujarat Desk

ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ્સ ઓફ મેડિસિનના ઉપક્રમે આયોજિત ‘વંદે આયુકોન-૨૦૨૫’ કાર્યક્રમ યોજાયો

Gujarat Desk