Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

પનીરના ભેળસેળીયા વેપારી પર ત્રાટકતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર


અમદાવાદ ખાતેની પેઢીમાંથી આશરે 1500 કિ.ગ્રા.નું ભેળસેળયુક્ત પનીર અને તેને બનાવવા માટેના પદાર્થનો જથ્થો પકડી પાડવામાં આવ્યો

(જી.એન.એસ) તા.4

અમદાવાદ,

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યના નાગરિકોને સલામત અને સ્વચ્છ આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કટિબદ્ધ છે અને રાજ્યમાં ભેળસેળયુક્ત કે ડુપ્લિકેટ ખોરાક બનાવનાર ઇસમો વિરુદ્ધ તંત્ર કડક કાયદાકીય કાર્યવાહી કરી રહ્યું છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, મુ.મથક, ગાંધીનગરની સ્ક્વોડને મળેલ ખાનગી બાતમીને આધારે તા: ૦૪-૦૨-૨૦૨૫ નાં રોજ મે. શ્રી દ્વારકેશ ડેરી પ્રોડકટ્સ, ૩૨૨૨, આદર્શ સ્કૂલની બાજુમાં, કુબેરનગર જિ. અમદાવાદ ખાતે શંકાસ્પદ અને ભેળસેળયુક્ત પનીરનું ઉત્પાદન થાય છે, તેવી મળેલ બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો.

મે. શ્રી દ્વારકેશ ડેરી પ્રોડકટ્સ, અમદાવાદ ખાતે તંત્ર દ્વારા ઝીણવટભરી તપાસ કરતા પેઢી 10723026000784 નંબરથી લાઇસન્સ ધરાવતા હતા અને સ્થળ પરથી પનીરની સાથે પામોલીન તેલ અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડનો એસિટિક એસિડ મળી આવ્યો હતો. જેથી તંત્ર દ્વારા પેઢીના જવાબદાર શ્રી જીગ્નેશ બુધાભાઈ બારોટ પાસેથી, એક સ્વતંત્ર પુરાવા રૂપે પનીરનો ૦૧, પામોલીન ઓઈલનો ૦૧ અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ એસીટીક એસીડ ગ્લેસીયલ (૯૯.૮૫%)નો ૦૧ એમ કુલ – ૦૩ (ત્રણ) નમૂના લેવામાં આવ્યા, જ્યારે બાકીનો 1500 કિગ્રા જથ્થો જાહેર જનતા સુધી ન પહોંચે તે માટે થઈને સ્થળ પર જ સીઝ કરવામાં આવ્યા છે.

આમ, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગર દ્વારા થનાર ઉપરોકત રેડથી ભેળસેળયુકત પનીર બનાવી જાહેર જનતાને પનીર તરીકે વેચાણ થતું અટકાવવામાં સફળતા મળી છે અને ભેળસેળીયા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દૃષ્ટિએ બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ નિયમોનુસારની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, એવું ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કમિશનરશ્રીની કચેરીની અખબારી યાદીમાં જણાવાયું છે.

संबंधित पोस्ट

તેંડુલકરને શ્રેષ્ઠ ટેસ્ટ ઈલેવનમાંથી બાકાત રાખનારા દિગ્ગજ અમ્પાયર ડિકી બર્ડનું 92 વર્ષની વયે અવસાન

Gujarat Desk

આજનું રાશિફળ (19/11/2025)

Gujarat Desk

કેનેડા આગામી વર્ષે વિદેશી વિદ્યાર્થીઓને આપવામાં આવતી પરમિટમાં 7% ઘટાડો થવાની ધારણા કરવામાં આવી

Gujarat Desk

હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી કરી; આજના દિવસ માટે 28 જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ

Gujarat Desk

ભારતીય નૌકાદળ સેના અને વાયુસેના સાથે ત્રિ-સેવા કવાયત ‘ત્રિશૂલ’નું નેતૃત્વ કરશે

Gujarat Desk

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા જિલ્લાના રામપુરા ઘાટ ખાતે નર્મદા મૈયાની પૂજા અર્ચના કરી પંચ કોશી પરિક્રમાના પરિક્રમાર્થીઓ-શ્રદ્ધાળુઓ સાથે સંવાદ અને નર્મદા પરિક્રમા વૉક કર્યું

Gujarat Desk