Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ટેકનોલોજી

ન્યૂ ટેક્નોલોજી:આઈફોન 15 સિરીઝમાં ફિઝિકલ સિમ કાર્ડની જરૂર નહિ રહે, કંપની 2 ઈ-સિમ સપોર્ટ આપશે

ઈન્ટરનેટ અને કોલિંગ માટે હવે આઈફોન યુઝર્સને સિમ કાર્ડની કોઈ મગજમારી નહિ રહે. અત્યાર સુધી કંપની એપલ આઈફોનમાં 1 ઈ સિમ સપોર્ટ આપતી હતી. આ ટેક્નોલોજી અપગ્રેડ કરી કંપની કંપની હવે 2 ઈ સિમ સપોર્ટ આપવા જઈ રહી છે. રિપોર્ટ પ્રમાણે 2023માં લોન્ચ થનારી આઈફોન 15 સિરીઝમાં 2 ઈ સિમ સપોર્ટ મળશે.

કંપની ઘણા સમયથી આ ટેક્નોલોજી પર કામ કરી રહી હતી
એપલના આઈફોન XR, આઈફોન XS અને આઈફોન XS મેક્સ ઈ-સિમ સપોર્ટ સાથે આવે છે. જોકે આ બધા આઈફોનમાં 1 ઈ સિમ સપોર્ટ મળો હતો હવે 2 ઈ સિમ સપોર્ટ મળશે. અર્થાત ગ્રાહકોને સંપૂર્ણપણે સિમ કાર્ડમાંથી છુટકારો મળશે.
બ્રાઝિલિયન પબ્લિકેશન વેબસાઈટ Blog do iPhoneના રિપોર્ટ પ્રમાણે એપલ આઈફોન 2023ના પ્રો અને પ્રો મેક્સ મોડેલ અર્થાત આઈફોન 15 પ્રો અને આઈફોન 15 પ્રો મેક્સમાં ફિઝિકલ સિમ કાર્ડ સ્લોટ જ નહિ હોય. રિપોર્ટ પ્રમાણે એપલ ઘણા સમયથી આ ટેક્નોલોજી પર કામ કરી રહી છે. જે દેશમાં ઈ સિમ સપોર્ટ નથી તે દેશમાં કદાચ કંપની પ્રો મોડેલ ડિલિવર નહિ કરે.

ઈ સિમનું ગણિત સમજો
ભારતમાં રિલાયન્સ જિયો, વોડાફોન આઈડિયા અને એરટેલ ઈ સિમ ફીચર આપે છે. ઈ સિમ ટેલિકોમ કંપનીઓનાં માધ્યમથી ઓવર ધ એર એક્ટિવેટ થાય છે. ઈ-સિમ મોબાઈલ ફોનમાં અટેચ થતું વર્ચ્યુઅલ સિમ હોય છે. તે ફિઝિકલ સિમ કાર્ડની જેમ જ કામ કરે છે. જો તમે ઈ સિમ માટે અરજી કરો છો તો તમારે ફિઝિકલ કાર્ડની જરૂર નહિ રહે.

ઈ સિમના ફાયદા
જો તમારે કંપની બદલાવી હોય તો ફિઝિકલ કાર્ડની જેમ ઈ સિમમાં આવી કોઈ મગજમારી રહેતી નથી. સાથે જ ફોન ઓવરહીટ કે પાણીમાં પલળી જાય તો સિમકાર્ડ ડેમેજનું જોખમ ઈ સિમમાં રહેતું નથી. ઈ સિમ કાર્ડ ગમે તેટલો સમય વાપરો તો પણ ખરાબ થતું નથી.

संबंधित पोस्ट

કિઆએ ચૂપ ચાપ રીતે 13.39 લાખમાં લોન્ચ કરી સોનેટ એક્સ-લાઇન, આ રેન્જમાં આ કાર કોમ્પિટિટર્સનો છોડાવશે પરસેવો

Karnavati 24 News

વોટ્સએપ ફીચર અપડેટ : વોટ્સએપ યુઝર્સ હવે પ્રોફાઈલ ફોટો છુપાવી શકશે અને અનિચ્છનીય લોકો પાસેથી છેલ્લે જોવામાં આવશે

Karnavati 24 News

Neflix, Amazon જેવા OTT પ્લેટફોર્મનો લાભ આખું વર્ષ મફતમાં લો, સબ્સ્ક્રિપ્શન કેવી રીતે મેળવવું તે જાણો

Karnavati 24 News

ભારત સરકારે IT એક્ટ હેઠળ આ 7 યુટ્યૂબ ચેનલ કરી બ્લોક, 114 મિલિયનથી વધુ હતા વ્યુઝ

Karnavati 24 News

હવે ક્રેડિટ કાર્ડથી પણ કરી શકાશે UPI પેમેન્ટ, વધશે લોકોની સુવિધા

Karnavati 24 News

આ કંપનીએ વાયર્ડ ઇયરફોન કર્યા લોન્ચ, જાણો શું છે કીંમત

Karnavati 24 News