Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

નવેમ્બર માસમાં જથ્થાબંધ ફુગાવો સતત બીજા મહિને નેગેટિવ…!!

નવેમ્બર, ૨૦૨૫માં જથ્થાબંધ ભાવાંક (WPI) આધારિત ફુગાવો ઘટીને માઇનસ ૦.૩૨% નોંધાયો છે. આ સાથે સતત બીજા મહિને જથ્થાબંધ ફુગાવો નકારાત્મક રહ્યો છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર, ઓક્ટોબર માસમાં ફુગાવો માઇનસ ૧.૨૧% હતો જ્યારે ગયા વર્ષે નવેમ્બર, ૨૦૨૪માં તે ૨.૧૬% રહ્યો હતો. ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે નવેમ્બર દરમિયાન ફુગાવાનો નકારાત્મક દર મુખ્યત્વે ખાદ્ય પદાર્થો, ખનીજ તેલ, ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, મૂળભૂત ધાતુઓના ઉત્પાદનો તેમજ વીજળીના ભાવમાં ઘટાડાને કારણે નોંધાયો છે. જો કે માસિક ધોરણે કઠોળ અને કેટલાક શાકભાજીના ભાવમાં વધારો પણ જોવા મળ્યો છે.

ખાદ્ય પદાર્થોમાં એપ્રિલથી સતત આઠ મહિના સુધી ડિફલેશન જોવા મળી રહ્યું છે. નવેમ્બરમાં ખાદ્ય પદાર્થોનો ડિફલેશન દર ૪.૧૬% રહ્યો હતો, જે ઓક્ટોબરમાં ૮.૩૧% હતો. એટલે કે ભાવમાં ઘટાડાની ગતિ થોડું ધીમી પડી છે. શાકભાજીના ભાવમાં પણ નવેમ્બરમાં ઘટાડો યથાવત રહ્યો હતો. નવેમ્બરમાં શાકભાજીનો નેગેટિવ ફુગાવો ૨૦.૨૩ ટકા રહ્યો હતો, જ્યારે ઓક્ટોબરમાં આ આંકડો ૩૪.૯૭% હતો. આ દર્શાવે છે કે ભાવમાં ઘટાડો ચાલુ છે પરંતુ તેની તીવ્રતા ઓછી થઈ છે.

કઠોળના ભાવમાં નવેમ્બરમાં માઇનસ ૧૫.૨૧% ફુગાવો નોંધાયો હતો. બટાકાના ભાવમાં માઇનસ ૩૬.૧૪% અને ડુંગળીના ભાવમાં ૬૪.૭૦%નો નેગેટિવ ફુગાવો નોંધાયો છે, જે ખાદ્ય ફુગાવાને નીચે લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. મેન્યુફેકચરિંગ વસ્તુઓના ભાવમાં પણ નરમાઈ જોવા મળી છે. નવેમ્બરમાં મેન્યુફેકચરિંગ ફુગાવો ઘટીને ૧.૩૩% રહ્યો હતો, જે ઓક્ટોબરમાં ૧.૫૪% હતો. આ સાથે ઇંધણ અને વીજળીનો ફુગાવો નવેમ્બરમાં માઇનસ ૨.૨૭% રહ્યો હતો, જે અગાઉના મહિને માઇનસ ૨.૫૫% હતો.

संबंधित पोस्ट

ગુજરાત AI, ડિફેન્સ, ટેક્સ્ટાઇલ પાર્ક્સ, ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ અને ઇનોવેટિવ ફાઇનાન્સિંગ સહિતના ક્ષેત્રોમાં નવી તકોનું અન્વેષણ કરી રહ્યું છે: નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી

Gujarat Desk

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે અંદાજીત રૂ.૨૦.૯૦ લાખ કરોડની માર્કેટ કેપ સાથે ટોચનું સ્થાન જાળવી રાખ્યું…!!

Gujarat Desk

વડોદરા ક્રાઈમબ્રાન્ચે હાઇટેક આંતર રાજ્ય વાહન ચોર રતન મિણા ઝડપાયો

Gujarat Desk

ખેડૂતોને રાઇના ઊભા પાકમાં સંકલિત જીવાત નિયંત્રણ-વ્યવસ્થાપન માટે લેવાના પગલાં અંગે માર્ગદર્શિકા જાહેર કરાઇ

Gujarat Desk

પ્રવર્તમાન તણાવના વાતાવરણ સામે રાજ્યના સરહદી જિલ્લાઓની સજ્જતા સહિતની સ્થિતિની સર્વગ્રાહિ સમીક્ષા કરતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

Gujarat Desk

જાસૂસીના ભય છતાં, યુકેએ યુરોપમાં તેના સૌથી મોટા દૂતાવાસ માટે ચીનની યોજનાને મંજૂરી આપી

Gujarat Desk