Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

નડિયાદની મહિલાને કેનેડાના વિઝા અપાવવાનું 25 લાખની ઠગાઈ કહી



(જી.એન.એસ) તા.૬

નડિયાદ,

નડિયાદ મિશન રોડ પર રહેતી મહિલાને કેનેડાના વિઝા અપાવવાનો વિશ્વાસ આપી ઓવરસીઝ કંપનીએ રૂપિયા ૨૫ લાખની છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસે વિઝાનું કામ કરતી ત્રિપૂટી સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. નડિયાદ તાલુકો નડિયાદ મિશન રોડ પર મિલાપ નગરી સોસાયટીમાં રહેતા વૈભવીબેન આનંદ અમૃતભાઈ ઠાકોર મહેન્દ્ર કોટક બેંકમાં સિનિયર જનરલ મેનેજર તરીકે નોકરી કરે છે. જ્યારે તેમના પતિ ખાનગી શાળામાં શિક્ષકની નોકરી કરે છે. વૈભવીબહેન અને તેમના પતિને કેનેડા આલ્બર્ટા જવા માટે નડિયાદ પીપલગ રોડ ઉપર ઓમહાર્મની કોમ્પ્લેક્સમાં આવેલી બ્લુ સ્ટોન ઓવરસીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો સંપર્ક કરતા વિઝાનું કામ કરતા અનિલ સુનિલભાઈ પટેલ અને યશ સુનિલભાઈ પટેલે વિઝા ૧૫ દિવસમાં અપાવવાનો વિશ્વાસ આપ્યો હતો. ત્યારબાદ આ એજન્ટે આલ્બર્ટના વિઝા નહીં મળે કહી ઓફર લેટરમાં ખોટી સહી કરી બ્રિટિશ કોલમ્બિયાનો વોટ્સઅપ પર લેટર મોકલી આપ્યો હતો. આમ ઓવરસીઝ કંપનીની ત્રિપૂટીએ વિઝાનું કામ ન કરી તેમજ પૈસા પરત ન આપી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે વૈભવીબેન ઠાકોરની ફરિયાદના આધારે નડિયાદ પશ્ચિમ પોલીસે અભી સુનિલભાઈ પટેલ, યસ સુનિલભાઈ પટેલ તેમજ અજાણ્યા મોબાઈલ નંબરના ધારક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

संबंधित पोस्ट

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે જમ્મુની મુલાકાત લીધી અને કુદરતી આફતથી થયેલા નુકસાનનો અંદાજ કાઢવા માટે જમ્મુ વિભાગના વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી

Gujarat Desk

દૈનિક રાશિફળ (07/07/2025)

Gujarat Desk

ઓશિવારા ફાયરિંગ કેસમાં કમાલ આર ખાનની પોલીસ કસ્ટડી 27 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી

Gujarat Desk

રાજકોટ શહેર તેમજ જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ પીવાના પાણીની ઘટ ન પડે તે માટે યોગ્ય વ્યવસ્થાપન કરવા માટે કલેકટરશ્રી અરુણ મહેશ બાબુએ પાણી સમિતિની બેઠકમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લાના પ્રાંત અધિકારીશ

Karnavati 24 News

આજ નું પંચાંગ (09/09/2025)

Gujarat Desk

ફેડરલ જજે ડોનાલ્ડ ટ્રમ્પના લોસ એન્જલસમાં નેશનલ ગાર્ડની તૈનાતી પર રોક લગાવી

Gujarat Desk