Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ધોળા માર્કેટ યાર્ડ ખાતે કપાસની ખરીદી માટે સી.સી.આઈ. કેન્દ્રનો શુભારંભ કરાવતા કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયા



(જી.એન.એસ) તા.૪

ભાવનગર,

ઉમરાળા તાલુકાના ધોળા ગામે આવેલ માર્કેટ યાર્ડ ખાતે કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા નાં વરદ હસ્તે કપાસની ખરીદી માટે સી.સી.આઈ.કેન્દ્રનો શુભારંભ કરાવ્યો હતો. સાથે સાથે આ તકે ઉપસ્થિત ખેડૂતો સાથે પણ મંત્રીશ્રીએ સંવાદ કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ તકે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ખેડૂતોની સ્મૃદ્ધિ એ સરકારની મુખ્ય પ્રાથમિકતા છે. ઉમરાળાના ખેડૂતોની સુવિધા માટે ધોળા માર્કેટ યાર્ડમાં કપાસ ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવી રહ્યું છે. ભારત સરકારના સી.સી.આઇ. દ્વારા અપાયેલ આ ખરીદ કેન્દ્રથી આશરે ૩૪,૦૦૦ જેટલા ખેડૂતોને ફાયદો મળશે. આ વિસ્તારમાં મોટાભાગના ખેડૂતો કપાસની ખેતી કરે છે, ત્યારે ધોળા માર્કેટ યાર્ડમાં જ ખરીદ કેન્દ્ર ખૂલવાથી ખેડૂતો ઘર-આંગણે કપાસ વેચી શકાશે .ખેડૂતોને MSP ઉપર કપાસ વેચવા માટે હવે સુવિધા રહેશે.તેમણે વધુમાં ઉમેર્યું કે, અહીંના ખેડૂતોની માંગણીને ધ્યાને લઈ ધોળા ખાતે CCI-ખરીદ કેન્દ્ર મંજૂર કરવા બદલ કેન્દ્રિય મંત્રીશ્રી ગિરિરાજસિંઘજીનો આભાર વ્યક્ત કર્યો હતો. ખેડૂતોની સુવિધા માટે બનેલું આ કેન્દ્ર “સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ” ના મંત્રને સાકાર કરી રહ્યું છે.આ તકે ગઢડાના ધારાસભ્યશ્રી શંભુનાથજી ટુંડીયા, શ્રી પેથાભાઈ આહીર, શ્રી પ્રતાપભાઈ આહીર તથા ઉમરાળામાં તાલુકા પ્રમુખ રોહિતભાઈ બગદરિયા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.

संबंधित पोस्ट

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા મનીષ કશ્યપ પ્રશાંત કિશોરની જન સૂરજ પાર્ટીમાં જોડાયા

Gujarat Desk

બેંકો માટે ફી આવક નફાકારકતાનો નવો સ્તંભ બની…!!

Gujarat Desk

ગુજરાતના ટેબ્લોએ સતત ચોથા વર્ષે “પોપ્યુલર ચોઈસ એવોર્ડ” શ્રેણીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને ઈતિહાસ સર્જ્યો

Gujarat Desk

Teslaમાં ક્યા ભારતીયને મળી હતી પ્રથમ નોકરી, ખુદ એલન મસ્કે કર્યો ખુલાસો

Karnavati 24 News

અમેરિકન શટડાઉન વચ્ચે બિટકોઈનમાં ઉછાળો, બિટકોઈન ૧,૨૫,૦૦૦ ડોલરને પાર…!!

Gujarat Desk

રાયગઢ શ્રી એન જી જોશી હાઇસ્કુલ માં સ્કાઉટ ગાઈડ ની રાજ્યપાલ એવોર્ડ માટેની પરીક્ષા યોજાઈ

Gujarat Desk