Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

દેશ સેવાના સંસ્કાર સાથે ઉમરગામના ધિમસાકાકરીયાના યુવાને પરિશ્રમ અને સંઘર્ષ કરી ભારતીય સેનામાં સ્થાન મેળવ્યું 

(જી.એન.એસ) તા. ૨૦

વલસાડ,

જીલ્લા માટે ગૌરવની વાત, બાળપણથી જ અભ્યાસની સાથે એનસીસીમાં જોડાય દેશ સેવાના સંસ્કાર સાથે ઉમરગામના ધિમસાકાકરીયાના યુવાને સતત પરિશ્રમ અને સંઘર્ષ કરી ભારતીય સેનામાં સ્થાન મેળવ્યું છે. નાસિક ખાતે યોજાયેલા સમારોહમાં યુવાનને ગૌરવ પદક એનાયત કરાયો હતો. આર્ટિલરી સેન્ટરમાં ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ રાજસ્થાનના અલવર ખાતે ફરજ બજાવશે. 

વલસાડ જીલ્લાના છેવાડાના ઉમરગામ તાલુકાના સંજાણ નજીકમા ધીમસા કાંકરીયા ગામે હીરાલાલ ગુપ્તા પરિવાર સાથે રહેછે. તેમાં બે પુત્રો પૈકી 22 વર્ષીય પુત્ર રોહન ગુપ્તાએ એમકોમ પાર્ટ-1 સુધીનો અભ્યાસ કર્યો છે. જો કે અભ્યાસની સાથે તેણે એનસીસીમાં જોડાઈ દેશ સેવાના સંસ્કારો મેળવ્યા હતા. રોહને દેશસેવા કરવાના ધ્યેય અને લક્ષ્યાંક સાથે ભારે પરિશ્રમ સાથે સફળતા મેળવવા સફરની શરૂઆત કરી હતી. સતત મહેનતની સાથે આગળ વધી તેણે ભારતીય સેનામાં સ્થાન મેળવવા કોમ્પ્યૂટર અને સૌથી કપરી એવી ફિઝીકલ ટેસ્ટ સળતા પૂર્વક આપી સારા ગુણ મેળવ્યા હતા.

સાથેજ રોહને ભારતીય સેનાની બંને કસોટીમાં સફળતા મેળવતા આખરે તેની ભારતીય સેનામાં પસંદગી કરાઈ હતી. ભારતીય સેનામાં ફરજ બનાવતા પહેલા નાશિક ખાતે આર્ટિલરી સેન્ટર ખાતે 6 માસની તાલિમ મેળવવા ગયો હતો. ગઈકાલે શુક્રવારે આર્ટિલરી સેન્ટર ખાતે યોજાયેલા સમારોહમાં રોહન ગુપ્તાને ગૌરવ પદક એનાયત કરાયો હતો. આ દ્રશ્યને લઈ પરિવારજનો ભાવવિભોર બની ગયા હતા. ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ આગામી સમયમાં રાજસ્થાનના અલવર ખાતે ફરજ પર હાજર થશે.

ટેલીફોનીક વાતચીત દરમિયાન રોહન ગુપ્તાના પિતા હીરાલાલ ગુપ્તા ભાવવિભોર બની પુત્રની સિધ્ધી બદલ ખુશી વ્યકત કરતા જણાવ્યું કે, રોહને પોતાના અભ્યાસની સાથે ભારતીય સેનામાં સ્થાન મેળવવા ઠંડી, તડોક કે વરસાદની પરવા કર્યા વિના સંજાણ ખાતે આવેલા મેદાનમાં કલાકોના કલાકો સુધી મહેનત કરતો હતો. તેની મહેનતને કારણે આજે દેશની સેવા કરવાનો તેનો મોકો મળ્યો છે તેમ જણાવ્યું હતું.

संबंधित पोस्ट

પ્રધાનમંત્રી મોદીએ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર બેઠેલા પ્રથમ ભારતીય ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે વાતચીત કરી

Gujarat Desk

આજે 3 માર્ચ એટલે ‘વિશ્વ વન્યજીવ દિવસ’

Gujarat Desk

અમદાવાદ ગ્રામ્યના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ત્રણ બોગસ ડૉક્ટરોની ધરપકડ કરવામાં આવી

Gujarat Desk

આજ નું પંચાંગ (17/06/2025)

Gujarat Desk

બાબા દરબાર પહોંચ્યા ત્રણ શંકાસ્પદો પોલીસ કસ્ટડીમાં, સુરક્ષા એજન્સીઓ પૂછપરછમાં લાગી

Admin

સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ગોલ્ડ લોનમાં રેકોર્ડ વૃદ્ધિ…!!

Gujarat Desk