Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ડેવલપર ફ્લેટધારકને પાર્કિંગ ન આપે ત્યાં સુધી દરરોજની ૧૦૦૦ રૂપિયા પેનલ્ટી

(જી.એન.એસ),તા.૨૪

ફ્લેટ ખરીદનારને કરાર મુજબ પાર્કિંગ ન મળ્યું હોય તો જ્યાં સુધી ડેવલપર પાર્કિંગ ન આપે ત્યાં સુધી ડેવલપર તરફથી દરરોજ ૧૦૦૦ રૂપિયા ફ્લેટધારકને મળશે. ત્રણ ફ્લેટધારકોની ફરિયાદનો ઉકેલ આપતાં મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (MahaRERA)એ ડેવલપરને આ પેનલ્ટી ફટકારી હતી. એક હાઉસિંગ સોસાયટીમાં બનાવવામાં આવેલી પાંચ વિગમાંથી ત્રણ વિગમાં ડેવલપરે પાર્કિંગ આપ્યું હતું, જ્યારે અન્ય બે વિગના રહેવાસીઓને પઝલ પાર્કિંગ આપવાનો વાયદો કરવા છતાં પાર્કિંગ આપ્યું નહોતું. જુલાઈ મહિનામાં રહેવાસીઓએ MahaRERAમાં આ અંગે ફરિયાદ કરી હતી. ત્યારે MahaRERA દ્વારા ડેવલપરને ૬૦ દિવસમાં પાર્કિંગ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ ડેવલપર નિશ્ચિત મુદતમાં પાર્કિંગ આપવામાં નિષ્ફળ રહ્યો હતો એટલે MahaRERAએ હવે જયાં સુધી ફ્લેટધારકોને પાર્કિંગ ન અપાય ત્યાં સુધી દરેક ફ્લેટ માટે પેનલ્ટીરૂપે ૧૦૦૦ રૂપિયા આપવાનો આદેશ આપ્યો છે.

संबंधित पोस्ट

આજથી ધો.10 અને 12ના બંને પ્રવાહોની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે

Gujarat Desk

આજનું રાશિફળ (12/08/2025)

Gujarat Desk

ટ્રમ્પના ટેરિફ પગલાં બાદ 29 ઓગસ્ટથી ભારતથી અમેરિકા ટપાલ સેવાઓ સ્થગિત

Gujarat Desk

આજ નું પંચાંગ (09/10/2025)

Gujarat Desk

દરેકની આગાહીઓને ખોટી સાબિત કરીને ભારત વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે: મોહન ભાગવત

Gujarat Desk

યુથ ઓફ યુનિવર્સ દ્રારા આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે ફ્રી મેડીકલ ચેકઅપ , રક્તદાન અને વૃક્ષારોપણ કેમ્પ નું આયોજન

Karnavati 24 News