Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
લાઈફ સ્ટાઇલ

ડાબા પડખે ઊંઘવાથી નથી થતી આ તકલીફો, ફાયદાઓ જાણીને તમે પણ છક થઇ જશો

ઊંઘવાના પણ અનેક ફાયદાઓ હોય છે. જો કે આજકાલ અનેક લોકોને રાત્રે ઊંઘ આવતી હોતી નથી, જેને અનિદ્રા પણ કહી શકાય છે. આ ફાસ્ટલાઇફમાં અનેક લોકો અનિદ્રાના રોગથી પીડાતા હોય છે. એક્સપર્ટ અનુસાર તમારે દિવસમાં ઓછામાં ઓછી 7-8 કલાકની ઊંધ હોવી ખૂબ જરૂરી છે. જો તમારી ઊંઘ પૂરી ના થાય તો તમને એની અનેક સાઇડ ઇફેક્ટ્સ થવા લાગે છે.
જો કે આજે અમે તમને જણાવી દઇએ કે ઊંઘવામાં પણ તમે ડાબા પડખે સુઇ જાવો છો તો તમારી હેલ્થને અનેક ઘણાં ફાયદા થાય છે. ડાબા પડખે સુવાથી તમે અનેક બીમારીઓથી બચી શકો છો અને સાથે તમે અનેક રાહત પણ અનુભવો છો. તો જાણી લો તમે પણ ડાબા પડખે સુવાથી હેલ્થને થતા આ ફાયદાઓ વિશે…
પેટ સંબધીત રોગોમાં રાહત
જો તમે ડાબા પડખે ઊંઘો છો તો પેટ સંબંધીત રોગોમાં તમને રાહત મળે છે. ડાબા પડખે સુવાથી પેટ ફુલતુ નથી અને મળત્યાગ જેવી સમસ્યાઓ ઓછી થાય છે.
ડરામણાં સપના ઓછા આવે
એક સંશોધન અનુસાર જો તમે ડાબા પડખે સુઇ જાવો છો તો તમને ડરામણાં સપના ઓછા આવે છે. જો તમને રાત્રે ઊંઘ ના આવતી હોય તો તમે ડાબા પડખે સુઇ જાવો અને ભગવાનનું સ્મરણ કરો. આમ કરવાથી તમને રાત્રે ઊંઘ આવે છે અને ડરામણાં સપના પણ આવતા નથી.
સ્વાદુપિંડ સારું કામ કરે
જો તમે રાત્રે ડાબા પડખે સુઇ જાવો છો તો સ્વાદુપિંડ સરળતાથી કાર્ય કરે છે. આ સાથે જ તમારી પાચનશક્તિ મજબૂત પણ થાય છે. જો તમને પાચન સંબધિત કોઇ તકલીફ હોય તો તમે રોજ રાત્રે ડાબા પડખે સુઇ જાવો.
ચરબી ઓછી જમા થાય
જો તમે દરરોજ રાત્રે ડાબા પડખે સુઇ જાવો છો તો શરીરમાં ચરબી જમા થતી નથી, જેના કારણે તમે મેદસ્વીતાથી બચી શકો છો.

संबंधित पोस्ट

કોરોનાના ચોથા મોજાનો ખતરો તોળાઈ રહ્યો છે; રાજસ્થાનમાં 155% કેસ વધ્યા, મધ્યપ્રદેશમાં 132% કેસ વધ્યા અને દિલ્હીમાં બેકાબૂ

છેલ્લા ૩૪ વર્ષથી પોરબંદરના બાળદર્દીઓને ખૂબજ રાહત દરે સારવાર આપતી અને થેલેસેમિયા દર્દીઓને નિઃશુલ્ક લોહી આપતી આશા ચિલ્ડ્રન હોસ્પિટલનું તાજેતરમાં નવિનકરણ કરવામાં આવ્યું

Karnavati 24 News

આ રીતે ગંદા બાથરૂમને માત્ર 5 મિનિટમાં ચમકાવી દો, નહિં પડે બહુ મહેનત પણ

Karnavati 24 News

આ સમયે યાદ કરીને પીવો લસ્સી, કાળઝાળ ગરમીની શરીર પર નહિં થાય કોઇ અસર

Karnavati 24 News

સતત લેપટોપ સામે બેસીને ડોક અને પીઠ રમણ ભમણ થાય છે? તો અપનાવો આ ઉપાય…

Karnavati 24 News

ઘરમાં વંદાના ત્રાસથી કંટાળી ગયા છો? તો આ ઉપાયોથી ભગાડી દો ફટાફટ

Karnavati 24 News