Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

ટ્રકની ટક્કરે મહીલાનું મોત: ઉના પોલીસ સ્ટેશન સામે ટ્રક ચાલકે 70 વર્ષિય વૃદ્ધાને હડફેટે લીધા, મહિલાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું

ઉના શહેરમાંથી પસાર થતો મુખ્ય હાઈવે રોડ પરથી રોજના હજારો વાહન ચાલકો અવર જવર કરતાં હોય છે. જ્યારે ઉના બાયપાસ શરૂ થવાના હજુ કોઈ ઠેકાણા નથી. મોટાં વાહનો શહેરમાંથી પસાર થતાં હોય ત્યારે ટ્રાફિક તેમજ અકસ્માતની ઘટના આવર નવાર સર્જાઈ છે. ગઈકાલે એક ટ્રક ચાલકે શાકમાર્કેટ પાસે છકડો રિક્ષા તેમજ બાઈક વાહનોને અડફેટે લીધા હતા. ત્યાં આજે બપોરના સમયે ઉના પોલીસ સ્ટેશન સામે એક ટ્રક ચાલકે વૃદ્ધ મહીલાને અડફેટે લેતાં ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત ઉના શહેરમાં રામજી મંદિર પાસે રહેતાં 70 વર્ષિય વસંતાબેન અનંતરાય દેસાવલ પોલીસ લાઇન સામે રસ્તા પર ચાલીને જતાં હતા. આ દરમિયાન અચાનક ટ્રકના ચાલકે વૃદ્ધાને અડફેટે લેતાં ટ્રકના આગળના વિલના ટાયર મહિલાના પગ તેમજ માથાના ભાગે ફળી વળતાં તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી આ અકસ્માત થતાં રસ્તા પરથી પસાર થતાં વાહનોની કતાર લાગી હતી. અને ટ્રાફિક પોલીસ દ્વારા તાત્કાલિક ટ્રાફિક હળવો કરવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં મૃતક વૃદ્ધાને 108 એમ્બ્યુલન્સમાં સરકારી હોસ્પિટલે પી.એમ.અર્થે ખસેડવામાં આવ્યા હતાં. તેમનાં પરિવારજનોને જાણ થતાં તાત્કાલિક હોસ્પિટલે દોડી ગયા હતા. આ અંગે પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી હતી અને પોલીસ સ્ટેશને લઈ જઈ તેની સામે કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી હતી.

संबंधित पोस्ट

જૂનાગઢના તબીબના ઓનલાઈન ફ્રોડમાં ગયેલા એક લાખ પરત અપાવતી જુનાગઢ એસઓજી

Karnavati 24 News

રાજકોટની કૉર્પોરેશન ઓફિસ પણ હવે સેફ નથી: બે સફાઈ કર્મચારીઓએ કરી ચોરી, કરાયો સસ્પેન્ડ

ગાંધીનગર સેક્ટર-21 પોલીસ દ્વારા નકલી ડિગ્રી વેંચતાની કરી ધરપકડ, 50 હજારમાં વેંચતા હતા નકલી ડિગ્રી

Karnavati 24 News

फरीदाबाद: चोरी के दो आरोपियों को क्राइम ब्रांच ने किया गिरफ्तार, जेल भेजा

Admin

પોલીસે વિદેશીદારૂ સાથે એક ઇસમ ને ઝડપી પાડયો એક ની અટકાયત પાંચ વોન્ટેડ

Admin

જમીન વેચ તો અમને જ વેચ જે નહીતર ગામ છોડી જતા રહેવાની ધમકી આપી વૃદ્ધને માર માર્યો

Karnavati 24 News