Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ટેરિફ વોરથી બેંકો અને MSME ક્ષેત્ર પર દબાણ : એનપીએમાં વધારાની ભીતિ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વધારાની ટેરિફ નીતિએ ભારતીય અર્થતંત્ર સામે નવો પડકાર ઉભો કર્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે આ “ટેરિફ વોર” માત્ર નિકાસ ક્ષેત્ર માટે નહીં, પરંતુ બેંકો અને MSME સેક્ટર માટે પણ જોખમરૂપ બની શકે છે. સ્થાનિક રેટિંગ એજન્સી ક્રિસિલના તાજેતરના અહેવાલ અનુસાર ટ્રમ્પના ટેરિફ યુદ્ધના સીધા પ્રભાવથી નાના અને મધ્યમ ઉદ્યોગોની લોન ચૂકવણી ક્ષમતા પર દબાણ આવી શકે છે. ટેરિફ વધતા તેમની કમાણી અને નિકાસ બંને ઘટશે, જેના કારણે બેંકોની બાકી લોન (NPA) વધવાની આશંકા છે.

અહેવાલ મુજબ, MSME ક્ષેત્રમાં NPA નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના અંત સુધીમાં ૩.૯% સુધી પહોંચી શકે છે, જ્યારે વર્ષ ૨૦૨૪-૨૫માં તે ૩.૫૯% હતી. ક્રિસિલનું કહેવું છે કે આ વધારો મુખ્યત્વે અમેરિકા દ્વારા ભારતની નિકાસ પર લાદવામાં આવેલા ૫૦% સુધીના ટેરિફના પરિણામરૂપ થશે. વિશ્લેષણ મુજબ, કાપડ, વસ્ત્રો, કાર્પેટ, રત્નો-ઘરેણાં અને પ્રોસેસ્ડ સીફૂડ જેવા ઉદ્યોગો સૌથી વધુ અસરગ્રસ્ત થઈ શકે છે, કારણ કે તેમની નિકાસમાં અમેરિકાનો મોટો હિસ્સો છે. આ ક્ષેત્રોમાં લોનની વસૂલાત મુશ્કેલ બનવાની ભીતિ છે.

ટ્રમ્પ પ્રશાસન સ્થાનિક અમેરિકન ઉદ્યોગોને સુરક્ષિત કરવા માટે ભારત સહિત અનેક દેશો પર વધારાના ટેક્સ લાદી રહ્યું છે. ખાસ કરીને, રશિયાથી તેલની આયાત ચાલુ રાખવા બદલ ભારત પર ૨૫% વધારાનો ટેરિફ લાદવામાં આવ્યો છે, જેનાથી કુલ ટેરિફ ૫૦% સુધી પહોંચી ગયો છે. નિષ્ણાતોના અંદાજ મુજબ, આ પગલાંથી ભારતની અંદાજે ૬૦ અબજ ડોલર જેટલી નિકાસ પર સીધી અસર થઈ શકે છે. પરિણામે બેંકિંગ ક્ષેત્ર અને MSME ઉદ્યોગો બંને માટે આવનારા મહિના મુશ્કેલ બની શકે છે.

संबंधित पोस्ट

યુએસ ટેરિફ બાદ ટેક્સટાઈલ નિકાસ માટે યુરોપીયન માર્કેટમાં નવી તકો…!!

Gujarat Desk

અમરેલીમાં સાયબર ફ્રોડ કેસમાં ઐતિહાસિક ચુકાદો: ‘સરપ્રાઈઝ ગિફ્ટ’ના બહાને છેતરપિંડી આચરનાર નાઇજીરીયન મહિલાને ૭ વર્ષની કેદ

Gujarat Desk

જામનગર મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું; ગેરકાયદેસર 51 જેટલી દુકાનો તોડી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી

Gujarat Desk

ફિલ્મ ‘કિંગ’ ફક્ત શાહરુખની ફિલ્મ બની રહેવાને બદલે મલ્ટી સ્ટારર ફિલ્મમાં ફેરવાઈ

Gujarat Desk

અમદાવાદ શહેરનાં ઓઢવ બ્રિજ નીચે ટ્રાફિક પોલીસ દ્વારા ડીટેઈન કરેલ વાહનોમાં આગ લાગવાની ઘટના

Gujarat Desk

એક લાખ જેટલા પોલીસ પરિવારોને થશે અસર

Gujarat Desk