Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ટેકાના ભાવે ખરીદીની નોંધણી માટેનું પોર્ટલ પુનઃ કાર્યરત થયાના એક જ દિવસમાં ૨.૧૭ લાખ ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરી: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ

ગત વર્ષની સરખામણીએ પોર્ટલ પર ૧૦૦ ટકા વધારે લોડ આવતા સિસ્ટમ ક્રેશ થઈ હતી: કૃષિ મંત્રીશ્રી

(જી.એન.એસ) તા. ૦૩

ગાંધીનગર,

ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણી શરૂ થયા બાદ પોર્ટલ ક્રેશ થયું હતું. પોર્ટલ ક્રેશ થવા પાછળનું કારણ સ્પષ્ટ કરતા કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગત વર્ષે નોંધણી શરૂ થયા બાદ એક જ દિવસમાં ૪,૫૦૦ VCE લૉગિન થયા હતા અને અંદાજે ૫૯,૦૦૦ નોંધણી પૂર્ણ થઈ હતી. આ ટ્રેન્ડને ધ્યાને રાખીને ચાલુ વર્ષે પોર્ટલને ૪,૫૦૦ VCE ઉપરાંત ૩૦ ટકા વધારાની ક્ષમતા સાથે કાર્યરત કરવામાં આવ્યું હતું.

આ વર્ષે નોંધણીના પ્રથમ દિવસે જ એક સાથે ૯,૦૦૦ VCE લૉગિન થયા હતા. જેથી ગત વર્ષની સરખામણીએ લોડમાં ૧૦૦ ટકા એટલે કે બમણો વધારો થતા આ પોર્ટલ ક્રેશ થયું હતું. અચાનક વધી ગયેલા લોડથી સિસ્ટમ ક્રેશ થયા બાદ પોર્ટલની ક્ષમતા વધારીને તેને બીજા જ દિવસે સવારથી પુનઃ કાર્યરત કરવામાં આવ્યું હતું.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, પોર્ટલની ક્ષમતા વધાર્યા બાદ હાલમાં ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર સરળતાપૂર્વક નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે. આજે તા. ૩ સપ્ટેમ્બરના રોજ બપોરે ૨.૦૦ કલાક સુધીમાં જ રાજ્યના ૨.૧૭ લાખથી વધુ ખેડૂતોએ ૯,૦૦૦ VCE મારફત ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરી છે.

રાજ્યના ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટે કૃષિ વિભાગે તાત્કાલિક ધોરણે સિસ્ટમને મહત્તમ કાર્યક્ષમતાએ પુનઃસ્થાપિત કરી હતી, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

संबंधित पोस्ट

આજનું રાશિફળ (૧૩/૧૨/૨૦૨૫)

Gujarat Desk

માણસા તાલુકાના રીદ્રોલના રામજી મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મંત્રીશ્રી ઋષિકેશ પટેલ સહભાગી થયા

Gujarat Desk

ગુજરાત લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 23 જૂન સુધી કરી શકાશે વાંધા અરજી

Gujarat Desk

આજ નું રાશિફળ (02/11/2025)

Gujarat Desk

બિહારની 16 ટ્રેનોના રૂટ બદલાયા, 15 કેન્સલઃ બારહિયામાં ટ્રેક પર તંબુઓ પર બેસી ગ્રામજનો;

Karnavati 24 News

Mesas sobre craps en internet tan sencillos, que cualquiera puede competir referente a las mismas

Gujarat Desk