Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

જૂન ત્રિમાસિકમાં કંપનીઓની નબળી કામગીરી : મંદ માંગ અને ઊંચા ખર્ચનો દબાણ

વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં ભારતીય કંપનીઓની કામગીરી અપેક્ષા કરતાં નબળી રહી છે. મંદ માંગને કારણે આવક વૃદ્ધિ ઘણા ત્રિમાસિકની સૌથી નીચી સપાટીએ પહોંચી ગઈ છે. એક રિસર્ચ રિપોર્ટ મુજબ નજીકના ભવિષ્યમાં ઝડપી સુધારો થવાની શક્યતા ઓછી છે, જો કે જીએસટી દરમાં ઘટાડાથી માંગમાં વધારો થવાની ધારણા છે.

નિફટી ૫૦માં ઊર્જા, બેન્કિંગ, નાણાં અને વીમા ક્ષેત્ર સિવાયની ૩૫ કંપનીઓના નેટ વેચાણમાં વર્ષગાળે ૬.૬૦% વધારો થયો, જે સપ્ટેમ્બર ૨૦૨૪ બાદની સૌથી નીચી વૃદ્ધિ છે. નેટ પ્રોફિટમાં ૫.૩૦%નો વધારો થયો, જે છેલ્લા નવ ત્રિમાસિકનો સૌથી નબળો વધારો છે, જ્યારે કાર્યકારી નફામાં ૭.૧૦%ની વૃદ્ધિ જોવા મળી. નિફટી ૫૦૦ની ૩૯૦ કંપનીઓમાં પણ આવક વૃદ્ધિ ત્રણ ત્રિમાસિકની સૌથી નીચી સપાટીએ અને નફામાં વધારો નવ ત્રિમાસિકની સૌથી નબળી સપાટીએ રહ્યો.

કન્ઝ્યુમર ગુડ્સ ક્ષેત્રમાં વોલ્યુમ વૃદ્ધિ સ્થિર રહી, પરંતુ કાચા માલના ઊંચા ભાવને કારણે નફાશક્તિ ઘટી ગઈ. જો ઓક્ટોબરથી જીએસટી દરમાં ઘટાડો અમલમાં આવશે, તો તેની સકારાત્મક અસર નાણાકીય વર્ષના બીજા ભાગમાં જોવા મળી શકે છે. આઈટી કંપનીઓ પર વૈશ્વિક અનિશ્ચિતતા, મંદ વિવેકાધીન ખર્ચ અને ક્લાયન્ટ્સના નિર્ણયમાં વિલંબને કારણે દબાણ જોવા મળી રહ્યું છે. બીજી તરફ, રિયલ એસ્ટેટ ક્ષેત્ર હાલમાં તુલનાત્મક રીતે મજબૂત સ્થિતિમાં છે અને બજાર માટે હકારાત્મક સંકેત આપી રહ્યું છે.

संबंधित पोस्ट

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને નાગાલેન્ડ પોલીસ વચ્ચે સ્માર્ટ પોલીસિંગ માટે ભાગીદારી

Gujarat Desk

સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોનો રેકોર્ડ રોકાણ, વિદેશી વેચવાલી સામે બજારનો આધારસ્તંભ…!!

Gujarat Desk

૭૬મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ વ્યારા ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ‘એટ હૉમ’ કાર્યક્રમ યોજાયો

Gujarat Desk

આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ઘટાડા બાદ બેન્કોના NIM પર દબાણની સંભાવના…!!

Gujarat Desk

“સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાનના અસરકારક અમલીકરણ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સ્ટીયરિંગ કમિટીની રચના કરાઈ

Gujarat Desk

નિફટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

Gujarat Desk