Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

જૂન ક્વાર્ટરમાં બેંક ડિફોલ્ટ ૨૬% વધી રૂ.૬૩૦૦૦ કરોડ સુધી પહોંચી…!!

જૂન ક્વાર્ટર દરમિયાન ભારતીય વાણિજ્યિક બેંકોના ડિફોલ્ટમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. વાર્ષિક ધોરણે ૨૬%નો ઉછાળો સાથે કુલ ડિફોલ્ટ રૂ.૬૩૦૦૦ કરોડ સુધી પહોંચી ગયા છે. આ વધારામાં મુખ્યત્વે માઇક્રોફાઇનાન્સ અને અસુરક્ષિત રિટેલ લોન પોર્ટફોલિયોની મોટી ભૂમિકા રહી છે. કેર એજ રેટિંગ્સના આંકડા મુજબ, ખાનગી બેંકોમાં ડિફોલ્ટના બનાવો વધુ જોવા મળ્યા છે, જ્યારે જાહેર ક્ષેત્રની બેંકોમાં તે તુલનાત્મક રીતે ઓછા રહ્યા છે.

એક મોટી ખાનગી બેંકમાં ટેકનિકલ પરિબળો અને કૃષિ ક્ષેત્રની નબળી મોસમી લોનના કારણે ડિફોલ્ટ વધ્યા છે. માર્ચ ૨૦૨૪ના અંતે ડિફોલ્ટ રૂ.૫૭૦૦૦ કરોડ હતા, જે આગળના ક્વાર્ટરમાં વધીને રૂ.૬૩૦૦૦ કરોડ સુધી પહોંચી ગયા. ખાનગી બેંકોમાં નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ના પ્રથમ ત્રિમાસિક દરમિયાન ડિફોલ્ટ વાર્ષિક ધોરણે ૪૧% વધીને રૂ.૩૬૦૦૦ કરોડ થયા, જ્યારે જાહેર ક્ષેત્રની બેંકોમાં તે ૧૪.૪% વધીને રૂ.૨૭૦૦૦ કરોડ સુધી પહોંચ્યા.

કેર એજના અપગ્રેડ અને રિકવરી ડેટા દર્શાવે છે કે પ્રથમ ક્વાર્ટરમાં ગતિ ધીમી રહી છે. એપ્રિલ-જૂન ૨૦૨૫ દરમિયાન અપગ્રેડ અને રિકવરી રૂ.૨૯૦૦૦ કરોડ રહી, જે એક વર્ષ પહેલાના સમયગાળાના રૂ.૨૮૦૦૦ કરોડ કરતાં થોડો જ વધારો છે. જાહેર ક્ષેત્રની બેંકોમાં રિકવરી અને અપગ્રેડ ૬% ઘટીને રૂ.૧૬૦૦૦ કરોડ પર આવી ગઈ, જ્યારે ખાનગી બેંકોમાં સુધારો જોવા મળ્યો છે. તેમની રિકવરી એક વર્ષ પહેલાંના રૂ.૧૧૦૦૦ કરોડમાંથી વધી રૂ.૧૩૦૦૦ કરોડ થઈ છે.

संबंधित पोस्ट

મૂડી’ઝે ભારતનું ‘Baa3’ રેટિંગ જાળવ્યું, સ્થિર આઉટલૂક યથાવત્…!!

Gujarat Desk

યુપી એસટીએફે આંતરરાજ્ય ઓક્સિટોસિન રેકેટનો પર્દાફાશ કર્યો; ₹1.2 કરોડના સ્ટોક સાથે 3 ની ધરપકડ

Gujarat Desk

આજનું રાશિફળ (૦૭/૦૨/૨૦૨૬)

Gujarat Desk

ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં GCASની રીવ્યુ બેઠક યોજાઇ

Gujarat Desk

મહાત્મા મંદિર ખાતે ‘જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન’ પરની નેશનલ કોન્ફરન્સમાં વિવિધ વિષયો પર રસપ્રદ પેનલ ચર્ચા યોજાઈ

Gujarat Desk

યુએસ પ્રમુખ ટ્રમ્પે કોર્ટમાં ચાલી રહેલી લડાઈ છતાં, પેરેન્ટ એજન્સી વોઇસ ઓફ અમેરિકામાં 500 થી વધુ નોકરીઓ પર કાપ મુક્યો

Gujarat Desk