Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

જૂનાગઢના ગાંધી ચોક નજીક આવેલી મટન માર્કેટ અને સ્લોટર હાઉસ સુખનાથ ચોક માં ફેરવવા માંગણી

જૂનાગઢ શહેરના ગાંધી ચોક નજીક મટન માર્કેટ આવેલી છે જેના લીધે શહેરીજનોને ખૂબ જ અવરોધ ઊભો થાય છે અને લોકોને પણ મુશ્કેલી થાય છે આ અંગે અગાઉ અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી છતાં મહાનગરપાલિકા દ્વારા કોઇ કાર્યવાહી થઇ નથી આ મામલે ભાજપના પૂર્વ નગરસેવક વહાબભાઈ કુરેશીએ જુનાગઢ મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરી હાલ જે મટન માર્કેટ છે તે સુખનાથ ચોક નજીક આવેલા મહાનગરપાલિકાના ડેલા માં ફેરવવા માંગ કરી છે આ જગ્યા મોટી છે અને સ્લોટર હાઉસ પણ ત્યાં થઈ શકે એમ છે આથી મહાનગરપાલિકાને બે અલગ અલગ જગ્યા ન આપવી પડે આ મામલે વિસ્તારનાં વેપારીઓ મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને લોકો પણ સહમત હોવાનું જણાવ્યું હતું કે આ મામલે વિચારણા કરી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે જો સ્લોટર હાઉસ અને મટન માર્કેટ ફેરવવામાં આવે તો જૂનાગઢમાં મુખ્ય ચોક એવા ગાંધી ચોક ના વેપારી અને રાહદારીઓ માટે પણ અનુકૂળતા આવે તેવી વ્યવસ્થા થઈ શકે તેમ છે ત્યારે હવે મહાનગરપાલિકા શું નિર્ણય લે છે તેના પર લોકો મીટ માંડીને બેઠા છે

संबंधित पोस्ट

આપ પાર્ટીએ નકસલવાદનું સુઘરેલુ વર્ઝન છે, ભારતને તોડવાની રાજનીતિ કરવા દેશભરમાં ફરી રહી છે. પ્રદિપસિંહ વાધેલા

Admin

યુપીમાં યોગી સરકારના શપથ ગ્રહણની તૈયારીઓ પૂર્ણ : PM મુખ્ય મહેમાન, 25 કેન્દ્રીય મંત્રી, 11 રાજ્યોના મુખ્યમંત્રીઓ રહેશે ઉપસ્થિત

Karnavati 24 News

શિવસેનાએ પોતાના બળવાખોર ધારાસભ્યોને ફરી ચેતવણી આપી અને ભાજપ પર પ્રહાર કર્યા

Karnavati 24 News

આસામ, મણિપુર અને નાગાલેન્ડના કેટલાક વિસ્તારોમાંથી હટ્યું AFSPA, અમિત શાહે કહ્યું- આ ઐતિહાસિક છે

Karnavati 24 News

ચૂંટણીનું મનદુઃખ રાખીને એક ટોળાએ ઘરમાં ઘૂસીને દલિત પરિવારને અપમાનિત કરીને માર માર્યો

Karnavati 24 News

પીએમ મોદીએ કહ્યું, જેને કચ્છ નથી જોયો તેને કંઈ નથી જોયું, કચ્છની લિજ્જતદાર દાબેલી અને ખારેકના કર્યા વખાણ

Karnavati 24 News