Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

જુલાઈમાં ભારતની ક્રુડ તેલની આયાત ૧૮ મહિનાની નીચી સપાટીએ…!!

વર્તમાન વર્ષના જૂનની સરખામણીએ જુલાઈમાં દેશની ક્રુડ તેલની આયાત ૮.૭૦ ટકા જેટલી ઘટી  ૧.૮૫ કરોડ ટન સાથે ૧૮ મહિનાની નીચી સપાટીએ રહી હોવાનું સરકારી ડેટા જણાવે છે. ફેબ્રુઆરી, ૨૦૨૪ બાદ ગત મહિને ક્રુડ તેલની આયાત સૌથી નીચી જોવા મળી છે. વર્તમાન મહિનામાં રશિયા ખાતેથી ખરીદીમાં વધારો થયાનું જણાવાઈ રહ્યું છે. વિશ્વમાં ભારત ક્રુડ તેલનો ત્રીજો મોટો આયાતકાર અને વપરાશકાર દેશ છે. ગયા વર્ષના જુલાઈની સરખામણીએ આયાતમાં ૪.૩૦ ટકા ઘટાડો થયો છે.

ગયા વર્ષના જુલાઈમાં આયાત આંક ૧.૯૪ કરોડ ટન રહ્યો હતો એમ પેટ્રોલિયમ પ્લાનિંગ અને એનાલિસિસ વિભાગના ડેટા જણાવે છે. રશિયા પાસેથી ક્રુડ તેલની ખરીદીને લઈને અમેરિકા ભારતની સતત ટીકા કરી રહ્યું છે અને ક્રુડ તેલની ખરીદી અટકાવી દેવા આગ્રહ પણ થઈ રહ્યો છે. પરંતુ ભારતની ઓઈલ રિફાઈનરીઓ દ્વારા ખરીદી ચાલુ રહી હોવાનું તાજેતરના એક અહેવાલમાં જણાવાયું હતું. વર્તમાન મહિનામાં રશિયા ખાતેથી ભારતની ક્રુડ તેલની દૈનિક ખરીદી વધીને ૨૦ લાખ બેરલ પહોંચી ગયાનું અગાઉના એક અહેવાલમાં જણાવાયું હતું.

ઓગસ્ટના પ્રથમ પખવાડિયામાં ભારતની ક્રુડ તેલની સરેરાશ દૈનિક ખરીદી ૫૨ લાખ બેરલ રહી છે જેમાંથી ૩૮ ટકા અથવા અંદાજે ૨૦ લાખ બેરલ રશિયા પાસેથી ખરીદવામાં આવ્યું હોવાનું પ્રાપ્ત ડેટા જણાવે છે. પશ્ચિમ એશિયા, આફ્રિકા, ઉત્તર અમેરિકા તથા દક્ષિણ અમેરિકા સહિતના મથકો ખાતેથી ભારત ક્રુડ તેલની આયાત કરે છે. યુદ્ધ પહેલા રશિયા ખાતેથી આયાત નીચી હતી અને અન્ય દેશો ખાતેથી ૮૦ ટકા જેટલી થતી હતી.

संबंधित पोस्ट

જામનગર રાજ્યમાં ભરતી પરીક્ષાના પેપર કૌભાંડ ઉજાગર કરનાર યુવરાજસિંહ જાડેજા ઉપર પોલીસે ગંભીર કલમો મુજબ ગુન્હો નોંધ્યો છે. તેને દૂર કરવાની માંગ સાથે જામનગરમાં રાજપૂત સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્

Karnavati 24 News

આજનું રાશિફળ (૦૨/૦૨/૨૦૨૬)

Gujarat Desk

આયુષ મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), શ્રી પ્રતાપરાવ જાધવ 10 એપ્રિલના રોજ વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે ગાંધીનગર ખાતે હોમિયોપેથીક સંમેલનનું ઉદ્ઘાટન કરશે

Gujarat Desk

નર્મદાના નીર દાહોદનાં છેવાડાના ગામ સુધી પહોંચ્યા , હાફેશ્વર યોજના થકી ૩૪૩ ગામ અને બે નગરની ૧૨.૪૮ લાખની વસ્તીને શુદ્ધ પાણી મળશે

Karnavati 24 News

છેલ્લા ચાર વર્ષમાં ગેરી દ્વારા ૬.૧૪ લાખથી વધુ નમૂનાઓનું કરાયું સફળ પરીક્ષણ: જળ સંપત્તિ  અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા

Gujarat Desk

ED-CBIમાં ઓળખાણ હોવાનું કહી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનારને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

Gujarat Desk