Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

જુનાગઢ થી 15.18 લાખનો અનાજ નો જથ્થો ભરીને નીકળેલ ટ્રક લઈ ચાલક ફરાર

જૂનાગઢ ના વેપારીઓ 15.80 લાખ નો તેલીબિયાનો જથ્થો ભરીને મહારાષ્ટ્ર ના ધૂલે શહેરમાં પહોંચાડવા માટે ટ્રકમાં રવાના કરવામાં આવ્યો હતો પરંતુ ટ્રક ચાલક બારોબાર જથ્થો લઈને જઈને નાસી જતા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે જૂનાગઢમાં દોલતપરા માર્કેટિંગ યાર્ડમાં સંતકૃપા ટ્રેડિંગ નામે અનાજ કઠોળ નો હોલસેલ વેપાર કરતાં સંજયભાઈ વલ્લભભાઈ માવાણી (રહે ઝાંઝરડા રોડ વાલાણી નગર )એ એ ડિવિઝન પોલીસમાં કેતન મૂળજીભાઈ મેંદપરા (પ્રભુ કૃપા ટ્રાન્સપોર્ટ ના માલિક) અને જયેશ માધાભાઈ સારેણા ટ્રક ના માલિક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે સંજયભાઈ ની પેઢીમાંથી ગત તારીખ 10 ના રોજ 25275 કિલો તેલીબિયાનો 15,80,898 નો જથ્થો મહારાષ્ટ્રના ધૂલે શહેરમાં ઓમશ્રી એગ્રોટેક પ્રા. લી. માં મોકલાવવા માટે ઉપરોક્ત આરોપીઓને કામ સોપ્યું હતું અને તેમના ટ્રકમાં માલ ભરીને રવાના કરાયા બાદ આજ દિન સુધી તે નિયત સ્થળે ન પહોંચતા અને બારોબર ટ્રક ચાલક નાસી ગયા ની ફરિયાદ નોંધાવી છે આમ અનાજ નો જથ્થો ભરીને ટ્રક ચાલક નાસી જઈ હોલસેલના વેપારી સાથે  છેતરપિંડી કરી હતી

संबंधित पोस्ट

જુનાગઢ માંથી લાખો નું ઉઠમણું કરનાર દંપતી સામે વધુ 15 ફરિયાદો મળી

 રિપેરિંગ માટે માંગ્યા 17 લાખ, ગુસ્સે થયેલા માલિકે કારને બોમ્બથી ઉડાવી દીધી

Karnavati 24 News

ડ્રોનની મદદથી 11 ખેતરમાં ખેતીની આડમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ,બાયડના વાઘવલ્લા ગામમાં ગાંજાની વ્યાપક ખેતી`

Admin

અમદાવાદથી બાઈક પર રોડા ગામે આવતા યુવકનું કારની ટક્કરથી મોત

Karnavati 24 News

દારૂના નશામાં ચકચૂર બની પરપ્રાંતિયને જાહેરમાં ૨ ખુલ્લી તલવાર લઈને નીકળવાનું ભારે પડ્યું,પોલીસે કર્યો જાહેરનામાના ભંગનો ગુનો દાખલ

નોટ ડબિંગ કરતી આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશઃ પોલીસે 5 લોકોની ધરપકડ કરી, એક સ્વિફ્ટ કાર પણ મળી આવી

Karnavati 24 News