Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી તથા કલેકટરશ્રી  ગાંધીનગર   મેહુલ કે. દવે દ્વારા તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી  સંદર્ભે ગાંધીનગરના સેક્ટર 15 ની આર્ટસ  કોલેજ ખાતે ઇવીએમ કમિશનિંગની કામગીરીની પ્રત્યક્ષ મુલાકાત લઈ  તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી


ચૂંટણી સંદર્ભે જોડાયેલ અન્ય વ્યવસ્થાઓ અને  પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ  કરી ચૂંટણી સ્ટાફને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું

(જી.એન.એસ) તા. 11

ગાંધીનગર,

આગામી સમયમાં યોજાનાર ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી  2025 અંતર્ગત સમીક્ષા કરતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી ગાંધીનગર મેહુલ દવે દ્વારા  ગાંધીનગરના સેક્ટર 15 ની આર્ટસ  કોલેજ ખાતે ઇવીએમ કમિશનિંગની કામગીરીની પ્રત્યક્ષ મુલાકાત લેવામાં આવી હતી‌. આ મુલાકાત દરમિયાન કમિશનિંગની કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓને કલેકટર શ્રી ગાંધીનગર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત સ્ટ્રોંગ રૂમ, રીસીવિંગ-ડિસ્પેચિંગ સેન્ટર અને કાઉન્ટિંગ હોલની પણ તેમણે રૂબરૂ મુલાકાત લીધી હતી.જેમાં ચૂંટણી અધિકારી અને મામલતદારશ્રી ગાંધીનગર અને  ચૂંટણી અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીશ્રી ગાંધીનગર હાજર રહ્યા હતા.

આ પ્રસંગે કલેકટરશ્રી સહિત તમામ અધિકારીઓએ તાલુકા પંચાયત ગાંધીનગરની સામાન્ય   ચૂંટણી સાથે જોડાયેલા અન્ય વ્યવસ્થાઓ જેવી કે સ્ટ્રોંગ રૂમની સુરક્ષા ,મતદાન મથકે આપવાની થતી સામગ્રી માટે થતી પૂર્વ તૈયારીનું નિરીક્ષણ કરી  ચૂંટણી સંદર્ભે જોડાયેલ સ્ટાફને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

संबंधित पोस्ट

પ્રધાનમંત્રીશ્રી મોદી દ્વારા પરમ પૂજ્ય દલાઈ લામાને તેમના 90મા જન્મદિવસ પર હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી

Gujarat Desk

અમરેલીમાં પોસ્ટલ વિભાગ વિદેશી મોકલાતા પાર્સલ ઘર બેઠા કલેકશન કરશે

Karnavati 24 News

નિવૃત્ત પોલીસ અધિકારીનો પુત્ર વાહનમાં ચલાવતો હતો કુટણખાનું

Gujarat Desk

दिल्ली: खूंखार कुत्तों ने नोंचकर 2 मासूम भाइयों के टुकड़े कर ले ली जान, MCD की कार्रवाई पर उठे सवाल!

નવરાત્રીના ચોથા દિવસ માં કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે

Gujarat Desk

પોસ્ટ વિભાગ દ્વારા ‘નારી શક્તિ સપ્તાહ’ (3-8 માર્ચ)નું આયોજન, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે કર્યો શુભારંભ

Gujarat Desk