Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

 જામનગર શહેર અને જિલ્લામાં ઠંડીનો પારો ફરીથી પરત ફરતાં આંશિક રાહત: 16.2 ડિગ્રી તાપમાન

જામનગર શહેર અને જિલ્લાના ઠંડીએ ભુક્કા બોલાવ્યા પછી ધીમે ધીમે ઠંડીનો પારો પરત ફરી રહ્યો છે, જેના કારણે આજે ઠંડીમાં રાહત જોવા મળી છે. બે દિવસ પહેલા તાપમાનનો પારો ૧૦ ડિગ્રી આસપાસ રહ્યો હતો, ત્યાંથી પરત ફરીને ૧૭ ડિગ્રી સુધી ઉપર ચડી જતાં ઠંડીમાં રાહત અનુભવાઇ રહી છે. ગઈકાલે ભેજનું પ્રમાણ પણ વધ્યું હતું અને ગાઢ ધુમ્મસને ચાદર છવાઇ હતી. જેમાં પણ આજે ઘટાડો નોંધાયો છે. જામનગર શહેર અને જિલ્લામાં કાતિલ ઠંડીનું સામ્રાજ્ય છવાઇ ગયું હતું જેમાં ગઈકાલે બદલાવ આવ્યો હતો અને ગાઢ ધુમ્મસ સાથે ભેજ પ્રવેશી ચુક્યો હતો. જેમાં આજે થોડો ઘટાડો જોવા મળ્યો છે. જોકે ભેજનું પ્રમાણ ૮૯ ટકા જેટલું રહ્યું હોવાથી ઝાકળ વરસાદના કારણે માર્ગો ભીંજાયા હતા. પરંતુ વીજીબીલીટીમાં થોડો સુધારો જોવા મળ્યો હતો. જેથી વાહન ચાલકો માટે થોડી રાહત થઇ હતી. ઠંડીનો પારો ૭ ડિગ્રી સુધી પરત ફર્યો છે, ઉપરાંત પવન ની તીવ્રતા માં પણ ઘટાડો નોંધાયો હોવાથી આજે ઠંડીથી લોકોએ રાહત અનુભવી છે. જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલના જણાવ્યા અનુસાર આજે સવારે આઠ વાગ્યે પૂરા થતાં ૨૪ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન ૨૭ ડિગ્રી સેન્ટિગ્રેડ, જ્યારે મહત્તમ તાપમાન ૨૭.૨

संबंधित पोस्ट

ગુજરાત પાવર એન્જીનીયરીંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GPERI)દ્વારા રોડ સેફટી અવેરનેસ સેમિનારનું આયોજન

Gujarat Desk

પ્રધાનમંત્રીએ વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2025નું ઉદ્ઘાટન કર્યું

Gujarat Desk

૧૦૦૦થી વધુ સ્ટાર્ટઅપ્સ, ૫૦થી વધારે ઉદ્યોગ નિષ્ણાતો, ૪૨ સ્ટાર્ટઅપ્સ સ્ટોલ્સ,સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલા ૪૫૦૦ જેટલા લોકો થયા સહભાગી

Gujarat Desk

પક્ષી બચાવો…પ્રકૃતિ બચાવોનો સંદેશો આપતા શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

Gujarat Desk

સુરતમાં ₹202 કરોડના ખર્ચે બનશે પીએમ એકતા મોલ, સ્વદેશી ઉત્પાદનો અને સ્થાનિક કારીગરોને મળશે પ્રોત્સાહન

Gujarat Desk

દૈનિક રાશિફળ (18/06/2025)

Gujarat Desk