Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

જામનગર જિલ્લામાં એક વર્ષમાં LPG ફ્રી સિલિન્ડર સહાય યોજનાનો ૧.૬૦ લાખ થી વધુ નાગરિકોએ લાભ મેળવ્યો: અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રી ભિખુસિંહજી પરમાર



(જી.એન.એસ) તા. 21

ગાંધીનગર/જામનગર,

જામનગર જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં LPG ફ્રી સિલિન્ડર સહાય યોજના હેઠળ કેટલા લાભાર્થીઓને લાભ મેળવ્યો તે અંગે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રી ભિખુસિંહજી પરમારે જણાવ્યું હતું કે, તા.૩૧/૧૨/૨૦૨૪ ની સ્થિતિએ ૧,૬૦,૭૬૫ નાગરિકોને આ યોજનાનો લાભ અપાયો છે. જેમાં પ્રથમ ક્વાર્ટર(એપ્રિલ ૨૪ થી જૂન ૨૪)માં ૭૯,૪૨૯ તથા બીજા ક્વાર્ટર (ઓકટો.૨૪ થી ડિસે.૨૪) માં ૮૧,૩૩૬ લાભાર્થીઓને લાભ અપાયો છે.

રસોઈમાં લાકડા અને છાણ જેવા ઇંધણનો વપરાશ કરવાથી ધુમાડાના કારણે મહિલાઓના સ્વાસ્થ્યને થતા નુકશાનને અટકાવવા માટે LPG ફ્રી સિલિન્ડર સહાય યોજના અમલી બનાવવામા આવી છે. LPG ફ્રી સિલિન્ડર સહાય યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૪માં જામનગર જિલ્લામાં કુલ ૯૬,૬૦૧ લાભાર્થીઓ નોંધાયેલા છે. ચાલુ નાણાકીય વર્ષમાં આ યોજના હેઠળ ૭.૮૧ કરોડની સબસીડી ચૂકવવામાં આવી છે તેમ મંત્રીશ્રી પેટા પ્રશ્નનો ઉત્તર આપતાં જણાવ્યું હતું.

संबंधित पोस्ट

મણીનગર બેસ્ટ હાઇસ્કૂલ પાસે અકસ્માત સર્જાયો

Admin

‘તેમને વિરાટ અને રોહિતની ખોટ સાલશે’: અનિલ કુંબલે ભારતની T20 વર્લ્ડ કપ 2026 ટીમમાં સામેલ

Gujarat Desk

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી વનડે મેચના દિવસે ‘ડોનેટ ઓર્ગન્સ, સેવ લાઈવ્સ’ નામની જાગૃતિ પહેલ શરૂ કરવામાં આવશે: જય શાહ

Gujarat Desk

સુરતના સરથાણામાં નિર્દયતાથી પત્ની-પુત્રની હત્યા કર્યા બાદ બે વખત આત્મહત્યા કરવાનો પ્રયાસ કરનાર સ્મિત જીયાણીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા

Gujarat Desk

ભલે દેશમાં વિરોધ પ્રદર્શનો ઉગ્ર બને અને અમેરિકા ધમકી આપે તો પણ અમે હાર માનીશું નહીં: ઈરાનના સર્વોચ્ચ નેતા

Gujarat Desk

દૈનિક રાશિફળ (24/06/2025)

Gujarat Desk