Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

 જામનગરમાં વરલીના આકડા લેતો એક સખ્સ પકડાયો, નામચીન સખ્સની સંડોવણી ખુલી

જામનગરમાં કાલાવડનાકા બહાર રંગુનવાલા હોસ્પિટલ પાસે મીરા રેસ્ટોરન્ટ નજીક ઓટા પર વરલી મટકાના આકડા લઇ જુગાર રમતા એક સખ્સને પોલીસે પકડી પાડ્યો છે. આ સખ્સે નામચીન સખ્સની સંડોવણીની કબુલાત કરતા પોલીસે તેને ફરાર જાહેર કરી આગળની કાર્યવાહી કરી હતી. જામનગરમાં સીટી એ ડીવીજન પોલીસે ગઈ કાલે રાત્રે સાડા આઠેક વાગ્યે રંગુનવાલા હોસ્પિટલ પાસે મીરા રેસ્ટોરેન્ટની સામે ઓટા ઉપર જાહેરમા વરલી મટકાના આકડા લખી લખાવી જુગાર રમતા રમાડતા સાજીદભાઇ ઉર્ફ બાબુલાલ સતારભાઇ રાજકોટીયા (રહે. ભાવસાર ચકલો અમરીન એપાર્ટમેન્ટ ત્રીજા માળે રૂમ નં ૩૦૩ જામનગર) વાળાને પકડી પાડ્યો હતો. પોલીસે આ સખ્સના કબ્જા માંથી રૂપિયા નવસોની રોકડ કબજે કરી પ્રાથમિક પૂછપરછ કરી હતી જેમાં આ સખ્સે કપીલ નાનાણી રહે.કડીયાવાડ જામનગર વાળાની સંડોવણીની કબુલાત કરી હતી જેને લઈને પોલીસે આરોપીની ધરપકડ કરી નામચીન સખ્સને ફરાર દર્શાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

संबंधित पोस्ट

કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ના ફોરેસ્ટ ગાર્ડને રાઉન્ડ ફોરેસ્ટરે લાફા માર્યા

Admin

 ધારાસભ્ય અનંત પટેલ પર થયેલ હુમલા સંદર્ભે ધરમપુર માં આવેદનપત્ર અપાયું

Karnavati 24 News

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના દુધામલી ગામે ઘરના આંગણે લોક મારી રાખેલ ક્રુઝર ફોર વ્હીલર ગાડીની ચોરી કરી વાહન ચોર ટોળકી ચોરી કરી લઈ નાસી જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

ગુજરાત વિધાનસભાથી 1 કિલોમીટરના એરિયામાં યુવકની ગોળી મારી હત્યા કરવાની ઘટના બની,ગુજરાત સરકાર અને પોલીસ તંત્ર પર કાનૂની વ્યવસ્થા મામલે સવાલો ઉભા થયા

દમણ બેવડી હત્યામાં જિલ્લા પંચાયતના માજી પ્રમુખને 4 વર્ષ કેદની સજા

Karnavati 24 News

અમદાવાદ: મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની સામે વધુ એક ફરિયાદ, પૂર્વ કેબિનેટ મંત્રીના ભાઇનો બંગલો પચાવી પાડવાનો કર્યો હતો પ્રયાસ!

Karnavati 24 News