Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

જામનગરમાં પટેલ કોલોનો વિસ્તારમાં મિત્રના ઘરે મીત્રએ આપઘાત કર્યો

જામનગરમાં આપઘાતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. પટેલ કોલોની વિસ્તારમાં રહેતા મિત્રના ઘરે જઈ મિત્રએ ગળાફાસો ખાઈ જીવતરનો અંત આણ્યો છે. સીટી બી ડીવીજન પોલીસે બનાવનું કારના જાણવા માટે પરિવારજનો અને મૃતકના મિત્રના નિવેદન નોંધવા કાર્યવાહી હાથ ધરી છે. જામનગરમાં ગઈ કાલે રાત્રે સાડા આઠેક વાગ્યે પટેલ કોલોની વિસ્તારમાં શેરી નંબર છ માં આવેલ સોહમ એપાર્ટમેન્ટ મકાન નં.ર માં રહેતા મિત્રના દીક્ષીત ભરતભાઇના માસીના મકાનમાં ઘરે જઈ રાજેશ હરેશભાઈ ગઢિયા ઉવ ૨૫ નામના યુવાને રસોડાનો દરવાજો અંદરથી બંધ કરી, છતમાં લગાડેલ લોખડના હુક સાથે પ્લાસ્ટીકની દોરી બાંધી ગાળા ફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ થતા મિત્રએ તેના પરિવારજનોને જાણ કરી હતી. જેને પગલે તેના પિતા સહિતનાઓ પટેલ કોલોની વિસ્તારમાં ઉપરોક્ત સ્થળે પહોચ્યા હતા. નાગેશ્વ્રર પાર્ક,જુના નાગના રોડ,નવડેરી પાછ્ળ રહેતા યુવાનને નીચે ઉતારી તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યો હતો. સીટી બી ડીવીજન પોલીસે મૃતકના મિત્રો અને તેના પરિવારજનોના નિવેદન નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

संबंधित पोस्ट

ભરૂચ-દહેજ માર્ગ પર વધુ એક વાર ખાનગી લકઝરી બસ ની અડફેટે મોપેડ સવાર ઘાયલ

Admin

રાજ્યમાં સવારે આ વિસ્તારના ઈવીએમ ખોટવાયા, લોકોએ અંધારામાં ઈવીએમ રખાયાની પણ કરી ફરીયાદો

Admin

સુપ્રીમ કોર્ટે બળાત્કાર અને હત્યાના દોષિતની ફાંસીની સજાને આજીવન કેદમાં બદલી

Admin

એભલ દ્વારા નજીકથી એક ઈસમ હથિયાર સાથે ઝડપાઇ જતાં પોલીસે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી

Karnavati 24 News

ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી સાવરકુંડલા સર્વેલન્સ ટીમ

Admin

जालंधर लुधियाना हाइवे पर हो रहा था जिस्म फरोशी का धंधा 1 काबू

Admin