Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશ

જર્મની ના રાજદૂતે અલંગ સોસીયા શિપ બ્રેકિંગ યાર્ડ ની મુલાકાત લીધી

 

સુરતથી રોપેક્ષ ફેરી મારફતે ભાવનગરના જાણીતા બંદર એવાં ઘોઘા ખાતે આવ્યાં બાદ બપોર બાદ તેઓ વિશ્વભરમાં જહાજો ભાંગવાના ઉદ્યોગ ક્ષેત્ર આગવી ઓળખ અને નામના ધરાવતાં અલંગ ખાતે મુલાકાતે પહોચ્યાં હતાં.
જર્મનીના રાજદૂતશ્રીએ અલંગ ખાતે પ્રિયા બ્લુ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ અને લીલા રિસાયક્લિંગ પ્રાઇવેટ લિમિટેડ ખાતે કટીંગ થતાં જહાજ પર ચડી તેનાં મજૂરો સાથે પણ વાતચીત કરી તેઓ કઈ રીતે કામગીરી કરે છે, ગરમીના દિવસોમાં તેઓ કઈ રીતે પોતાની જાતને બચાવીને કાર્ય કરે છે, કેટલાં વર્ષથી તેઓ કાર્ય કરે છે,તેઓની ઉંમર સહિતની સાહજિક વિગતો જહાજ પર કાર્યરત કાર્યકરો પાસેથી જાણી હતી.
તેઓએ રિસાયક્લિંગ યાર્ડના માલિકો પાસેથી જહાજને કઈ રીતે ખરીદવામાં આવે છે, કેટલાં સમયમાં જહાજ તૂટે છે,સ્ટીલ અને લોખંડના ભાવ શું છે, કોરોના કાળમાં અલંગ યાર્ડ ચાલું હતું કે કેમ, કોરોનાથી બચવા માટે શું પગલાં લીધાં હતાં, અહીં મજૂર યુનિયન છે કે કેમ, મજૂરોને એક્સિડન્ટ થાય તો તેના બચાવ માટે હોસ્પિટલ સહિતની વ્યવસ્થાઓ, તેમના વીમાની વ્યવસ્થાઓ, રિસાયક્લિંગ યાર્ડમાં કાર્ય કરવાં માટે જરૂરી નિપુણતા હાંસલ કરવા માટેની તાલીમની વ્યવસ્થાઓ વગેરે વિશેની પ્રશ્નોત્તરી કરીને તેના વિશે જાણકારી મેળવી હતી.

संबंधित पोस्ट

આજ નું પંચાંગ (15/08/2025)

Gujarat Desk

જેન ઝી વિરોધ પછી નેપાળના ભૂતપૂર્વ રેપર મુખ્ય મતદાનમાં પીએમ પદ માટે ચૂંટણી લડશે

Gujarat Desk

સુરત શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ લીધી મુલાકાત

Gujarat Desk

આજ નું રાશિફળ (07/10/2025)

Gujarat Desk

છેલ્લા 3 વર્ષોમાં લગભગ 225 ટાઉન પ્લાનિંગ સ્કીમો મંજૂર કરવામાં આવી, જેનાથી શહેરીકરણની પ્રક્રિયાને મળ્યો વેગ

Gujarat Desk

અમદાવાદમાં કુખ્યાત કાલુ ગરદન વિરુદ્ધ મોટી કાર્યવાહી; જુહાપુરા વિસ્તારમાં ઘરને તોડી પાડવામાં આવ્યું 

Gujarat Desk