Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

છોટાઉદેપુર જિલ્લામાં જૂથ પાણી પુરવઠા યોજના થકી ૬૫૪ ગામોને લાભ અપાયો: જળસંપત્તિ અને પાણીપુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા



(જી.એન.એસ) તા. 18

ગાંધીનગર/છોટાઉદેપુર,

છોટાઉદેપુર જિલ્લામાં જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત અપાયેલા લાભની વિગતો આપતાં જળસંપત્તિ અને પાણીપુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયાએ વિધાનસભા ગૃહ ખાતે જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લામાં જૂથ પાણી પુરવઠા યોજના થકી ૬૫૪ ગામોને લાભ અપાયો છે.

આ અંગે મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે છેલ્લાં બે વર્ષમાં છોટાઉદેપુર જિલ્લામાં ૨૨૨ હેન્ડ પંપ બનાવવામાં આવ્યા છે. હેન્ડ પંપ બનાવવા માટેની ૧૩૧ તથા મિનિ વોટર વર્કસ બનાવવા માટેની ૧૨ અરજી મળી હતી. તે પૈકી હેન્ડ પંપ બનાવવા માટેની ૭૨ અને મિનિ વોટર વર્કસ બનાવવા માટેની એક અરજી મંજૂર કરવામાં આવી છે.

જ્યારે તાલુકાવાર વિગતો આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે હેન્ડપંપ બનવા માટે સંખેડા તાલુકામાં ૨, નસવાડીમાં ૨૦, બોડેલીમાં ૯, કવાંટમાં ૨૫, છોટાઉદેપુરમાં ૫૭ તથા પાવી જેતપુર તાલુકામાં ૧૮ અરજીઓ મળી છે. જેમાંથી નસવાડીમાં ૧૫, બોડેલીમાં ૫, કવાંટમાં ૧૪, છોટાઉદેપુરમાં ૨૫ અને પાવી જેતપુરમાં ૧૩ મળીને છોટાઉદેપુર જિલ્લામાં ૭૨ અરજીઓ મંજૂર કરવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

संबंधित पोस्ट

 રણમલ તળાવમાં મહિલાએ કુદકો લગાવતા જ કોન્સ્ટેબલ શૈલેશ ગઢવીએ જંપલાવી ઉગારી લીધા

Karnavati 24 News

ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ્સ ઓફ મેડિસિનના ઉપક્રમે આયોજિત ‘વંદે આયુકોન-૨૦૨૫’ કાર્યક્રમ યોજાયો

Gujarat Desk

યુક્રેનિયન રાષ્ટ્રપતિએ સાર્વભૌમત્વ, સ્વતંત્રતા અને શાંતિના રક્ષણ માટેની લડાઈમાં યુક્રેનની સાથે મજબૂત રીતે ઉભા રહેવા બદલ યુએસ રાષ્ટ્રપતિનો આભાર માન્યો

Gujarat Desk

ગાંધીનગરમાં સૌપ્રથમ “બિમસ્ટેક યુથ સમિટ”નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ

Gujarat Desk

વાપીની BNB સ્વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીને બે ગોલ્ડ મેડલ મેળવ્યા

Karnavati 24 News

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુણવત્તા યાત્રાને લીલી ઝંડી આપી

Gujarat Desk