Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી અને સંખેડા તાલુકાના ૧૧૪ રસ્તાઓનાં કામો માટે રાજ્ય સરકાર દ્વારા ૧૫૨ કરોડ રૂપિયા ફાળવાયા : મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા



૨૮૭ કિમી લંબાઈના રસ્તા બનતા ૧૧૪ ગામની એક લાખથી વધુ જનતાને લાભ મળશે

(જી.એન.એસ) તા. 20

ગાંધીનગર,

ગુજરાત વિધાનસભાના બજેટસત્ર દરમિયાન છોટાઉદેપુર જિલ્લાના નસવાડી અને સંખેડા તાલુકામાં મંજૂર થયેલા રસ્તાઓના કામો અંગેના પ્રશ્નની વિગતો આપતા રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા કુલ ૧૫૨ કરોડ રૂપિયાના ખર્ચે ૧૧૪ કામો મંજૂર કરવામાં આવ્યા છે.

આ અંગે વિગતવાર માહિતી આપતાં મંત્રીશ્રીએ જણાવ્યું કે  છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ૬૮, જ્યારે સંખેડા તાલુકાના ૪૬ મળી  ૧૧૪ કામો મંજૂર કરવામાં આવ્યા છે. આ રસ્તાઓની કુલ લંબાઈ ૨૮૭ કિમી જેટલી થાય છે. જેનાથી આશરે ૧૭૪ ગામના એક લાખથી વધુ લોકોને લાભ મળશે. આ માટે રાજ્ય સરકાર દ્વારા કુલ ૧૫૨ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જે પૈકી આઠ કામ સંપૂર્ણ થઈ ગયા છે, જ્યારે અન્ય ૫૬ કામો હાલ પ્રગતિમાં છે. આ સિવાયના અન્ય ૫૦ જેટલાં કામ સત્વરે હાથ ધરવામાં આવનાર છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

संबंधित पोस्ट

કર્ણાટકના દાવણગેરેમાં ગર્જ્યા પીએમ મોદી, કહ્યું- ‘રાજ્યમાં ફરી બનશે ભાજપની સરકાર’

Karnavati 24 News

અમદાવાદમાં ઉતરાયણ ના પર્વ પેહલા હવા માં ઊડતી દોરી થી ગળા કપાવા ની ઘટનાં જણાય આવી

Gujarat Desk

અમેરિકન શટડાઉન વચ્ચે બિટકોઈનમાં ઉછાળો, બિટકોઈન ૧,૨૫,૦૦૦ ડોલરને પાર…!!

Gujarat Desk

ગુજરાત બોર્ડ હેઠળની રાજ્યની તમામ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને જૂન 2025થી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC) માં હવેથી અટક પાછળ લખવા ગુજરાત શિક્ષણ વિભાગનો પરિપત્ર 

Gujarat Desk

કૃષિ યાંત્રિકીકરણ પ્રોત્સાહન આપવા ટ્રેક્ટર સહિતની મશીનરીની ખરીદી માટે રાજ્યના ૧,૯૨,૭૦૦થી વધુ ખેડૂતોને પૂર્વ મંજૂરી હુકમ અપાયા

Gujarat Desk

૩૦ જાન્યુઆરીથી અંબાજીમાં ત્રિ-દિવસીય શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરાશે

Gujarat Desk