Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ઘઉંના ઊભા પાકમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન માટે વાવણી બાદ લેવાના પગલાં



(જી.એન.એસ) તા.૨૦

ગાંધીનગર,

મોલોના ઉપદ્રવની સાથે તેના કુદરતી દુશ્મનો પરભક્ષી દાળીયા (લેડી બર્ડ બીટલ), લીલી પોપટી (ક્રાયસોપલાં) તથા સીરફીડ ફલાય મોટી સંખ્યામાં જોવા મળે છે જેથી જંતુનાશક છાંટવાની જરૂરિયાત રહેતી નથી. તેમ છતાં મોલોનું પ્રમાણ વધારે જણાય અને પાકને નુકસાન થતું હોય તો થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યુજી ૩ ગ્રામ અથવા ડાયમીથોએટ ૩૦ ઈસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. લીલી ઈયળના નિયંત્રણ માટે ખેતર નીંદણ મુક્ત રાખવું. ઘઉંમાં ઉંબીઓ આવવાની શરૂઆત થાય ત્યારથી જ પાકનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરતા રહેવું અને નાની ઈયળો દેખાય તો લીમડાની લીંબોળીની મીંજમાંથી બનાવેલ અર્ક ૫% (૫૦૦ ગ્રામ/૧૦ લિટર પાણી) અથવા લીંબોળીની તેલયુક્ત દવા ૧૦ મિ.લિ. (૫ ઇ.સી.) અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.વાવણી સમયે બીજને કીટનાશકની માવજત આપી શકાયેલ ન હોય અને જો ઘઉંના ઉભા પાકમાં ઉધઈનો ઉપદ્રવ શરૂ થતો જણાય તો તુરંત જ એક હેકટર પાકના વિસ્તાર માટે ફીપ્રોનીલ ૫ એસ.સી. ૧.૬ લિટર દવા અથવા ક્લોરપાઇરીફોસ ૨૦ ઈસી ૧.૫ લિટર દવા ૫ લિટર પાણીમાં મિશ્ર કરીને ૧૦૦ કિ.ગ્રા. રેતીસાથે ભેળવીઘઉંના ઉભા પાકમાં પુંખવી અને તરત જ પાકને હળવુ પિયત આપવું અથવા પાણીના ઢાળીયા ઉપર લાકડાની ઘોડી મૂકી તેમાં જે તે કીટનાશકનો ડબ્બો ગોઠવી ટીપે ટીપે એક હેક્ટર વિસ્તારમાં પ્રસરે તે રીતે આપવી. ગાભમારાની ઈયળના નિયંત્રણ માટે જો ઉપદ્રવ ઓછો હોય તો નુકસાનવાળા છોડને ઈયળ સહિત મૂળમાંથી ખેંચી લઈ તેનો નાશ કરવો.ખપૈડીના નિયંત્રણ માટે ઘઉંની વાવણી બાદ શેઢા-પાળા ઉપર તેમજ ખેતરમાં ફેનવાલરેટ ૦.૪ ટકા ભૂકી હેકટરે ૨૫ કિ.ગ્રા. અથવા ફીપ્રોનીલ ૦.૩ જીઆર હેકટરે ૨૦ કિ.ગ્રા પ્રમાણે છંટકાવ કરવો.વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટેતે ભલામણમાં જણાવ્યા મુજબની કાળજીઓ રાખવા અને અનુસરવા જણાવવામાં આવે છે.આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ) નો સંપર્ક કરવો. (માહિતી સંદર્ભ: સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સીટી અને આણંદ કૃષિ યુનિવર્સીટી

संबंधित पोस्ट

અમદાવાદમાં પ્રમુખસ્વામીની 100મી જન્મજયંતિની પર 600 એકરમાં પ્રમુખસ્વામી નગર બનાવાયું, આ છે તૈયારીઓ

Admin

સેફ મોબિલીટી માર્ગદર્શિકા અને સહકાર – અમદાવાદ શહેરમાં પ્રથમ ઈનામ પ્રાપ્ત કરતી લીઓ ઇંગ્લિશ સ્કૂલ, વટવા

Gujarat Desk

સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં ઈન્ટર્નશીપ કરતી યુવતીનો આપઘાત કરી લેતા ચકચાર મચવા પામી

Gujarat Desk

મહાશિવરાત્રી પર, તમારા ઘરે સ્પીડ પોસ્ટ દ્વારા પ્રાપ્ત કરો શ્રી સોમનાથ, શ્રી કાશી વિશ્વનાથ અને શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનો પ્રસાદ : પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

Gujarat Desk

ગાંધીનગર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અધ્યક્ષતામાં પોષણ  ઉસ્તવની ઉજવણી કરવામાં આવી

Gujarat Desk

ટ્રમ્પે કેનેડાને અમેરિકામાં વેચાતા વિમાનો પર 50% ટેરિફ લગાવવાની ધમકી આપી

Gujarat Desk