Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશ

ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ સુધારા વિધેયક વિધાનસભા ખાતે સર્વાનુમતે પસાર, જાણો શું છે આ વિધેયક

ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ સુધારા વિધેયક વિધાનસભા ખાતે સર્વાનુમતે પસાર કરાયું છે ત્યારે આ 4 મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષસંધવી એ જણાવ્યું છે કે, રાજ્યમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઈ રહે એ માટે રાજય સરકારે સંગઠિત ગુનાઓને ડામવા રાજય સરકારે મકકમ નિર્ધાર કરીને આતંકવાદ સામે ની લડાઈને વધુ ને વધુ મકકમતાથી આગળ વધારવાનું મન બનાવીને ગુનેગારો સામે કડકમાં કડક કામગીરી કરવાનો નિર્ણય કર્યો છે. આજે ગુજરાત વિધાનસભા ખાતે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ સુધારા વિધેયક રજૂ કરતાં જણાવ્યું હતું કે,ગુજસીટોક કાયદાની જોગવાઈઓમાં વિસંગતતા દૂર કરવા માટે રાજય સરકારે વટહુકમ બહાર પાડયો હતો એને કાયદાનું સ્વરૂપ આપવા માટે આ સુધારા વિધેયક લાવવામાં આવ્યું છે.

ગૃહ રાજય મંત્રી એ ઉમેર્યું કે, રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેડળ નાગરિકોને વધુને વધુ સુરક્ષિત કરવા માટે સમયબધ્ધ આયોજન કરીને અસરકારક કામગીરી કરવામાં આવી રહ્યું છે જેના પરિણામે કેન્દ્ર સરકારના NCRBના ૨૦૨૧ના અહેવાલ મુજબ ગંભીર ગુનાઓ,ખૂન સંબંધી ગુનાઓ, મહિલા સંબંધી ગુનાઓમાં દેશના ૩૬ રાજયોમાં ગુજરાત છેલ્લી હરોળમાં આજે છે માત્ર ને માત્ર રાજયમાં અમલી ગુજસીટોક કાયદાને આભારી છે.

ગૃહ રાજયમંત્રીએ આ સુધારા વિધેયકના ઉદ્દેશોની વિગતો આપતાં કહ્યું કે,રાજ્ય સરકારે, આતંકવાદી પ્રવૃત્તિઓને અટકાવવા અને તેનું નિયંત્રણ કરવા માટે વિશેષ જોગવાઇઓ કરવા અને સંગઠિત ગુના સિન્ડિકેટ્સની ગુનાહિત પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા તેમજ તેની સાથે સંકળાયેલી અને તેને આનુષંગિક બાબતો માટે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ, ૨૦૧૫થી રાજ્યમાં અમલમાં છે.

આ કલમમાં કર્યા સુધારાઓ 

આ અધિનિયમના અમલ દરમિયાન કોઇપણ જોગવાઇનું રાજ્યમાંની વ્યક્તિઓને બિનજરૂરી મુશ્કેલીમાં મૂકે તેવું ખોટું અર્થઘટન ન થાય તેમજ અમુક જોગવાઈઓ વધુ અર્થપૂર્ણ બનાવવા અને તેનું સરળ અર્થઘટન કરવા માટે, સરકારે આ અધિનિયમની કલમ ૨-ની પેટા-કલમ (૧)નો ખંડ (ચ), કલમ ૪ અને કલમ ૨૦ની પેટા-કલમ (૫) સુધારા કર્યા છે.

વિધેયેકમાં આ બાબતોનો કરાયો ખાસ ખુલાસો 

મંત્રી એ ઉમેર્યું કે, આ નવી જોગવાઈ મુજબ, કલમ ૨-ની પેટા-કલમ (૧)નો ખંડ (ચ)માં “ખંડણી, જમીન પચાવી પાડવી, સોપારી આપવી (કોન્ટ્રાક્ટ કિલિંગ), આર્થિક ગુના, ગંભીર પરિણામોવાળા સાયબર ગુના, મોટા પ્રમાણમાં જુગારના કૌભાંડ ચલાવવા, વેશ્યાવૃત્તિ માટે માનવ તસ્કરી કૌભાંડ (હ્યુમન ટ્રા઼ફિકીંગ રેકેટ) ચલાવવા અથવા બાનની રકમ લેવા સહિતની તેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ અને આતંકવાદી કૃત્ય ચાલુ રાખવું તે” એ શબ્દોને બદલે, “ખંડણી, જમીન પચાવી પાડવી, સોપારી આપવી (કોન્ટ્રાક્ટ કિલિંગ), આર્થિક ગુના, ગંભીર પરિણામોવાળા સાયબર ગુના, વેશ્યાવૃત્તિ માટે માનવ તસ્કરી કૌભાંડ (હ્યુમન ટ્રા઼ફિકીંગ રેકેટ) ચલાવવા અથવા બાનની રકમ લેવા સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ રાખવી તે” એ શબ્દો મૂકવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે, આ અધિનિયમની કલમ-૪માં, “અથવા કોઈપણ સમયે” એ શબ્દોને બદલે, “અથવા આ અધિનિયમના આરંભની તારીખ પછી કોઈપણ સમયે” એ શબ્દો મૂકવામાં આવ્યાં છે. તેમજ મુખ્ય અધિનિયમમાં કલમમાં પેટા-કલમ(૫)માં, “ગુનાની તારીખે આરોપી આ અધિનિયમ અથવા બીજા અધિનિયમ હેઠળના” એ શબ્દોને બદલે, “ગુનાની તારીખે આરોપી આ અધિનિયમ હેઠળના” શબ્દ નો ઉપયોગ કરાશે. આ સુધારા વિધેયક વિધાનસભા ખાતે સર્વ સંમતીથી પસાર કરાયું હતું.

संबंधित पोस्ट

ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગથી ગુજરાતની શાળાઓમાં વર્લ્ડક્લાસ શિક્ષણ આપવું એ જ રાજ્ય સરકારનો નિર્ધાર: શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોર

Gujarat Desk

નિફટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

Gujarat Desk

થાણેના મીરા ભાયંદર પોલીસે 12,000 કરોડ રૂપિયાની તેલંગાણા ડ્રગ ફેક્ટરીનો પર્દાફાશ કર્યો, 13 લોકોની ધરપકડ

Gujarat Desk

1 એપ્રિલ 2025થી નેશનલ અને સ્ટેટ હાઇવે ટોલ ટેક્સમાં થશે વધારો

Gujarat Desk

રાજ્યકક્ષાની પ્રજાસત્તાક પર્વ ઉજવણી વાવ- થરાદ માટે ગૌરવની ક્ષણ: જિલ્લા કલેક્ટરશ્રી જે.એસ. પ્રજાપતિ

Gujarat Desk

આજે ૧૯ જૂન – વિશ્વ સિકલ સેલ નાબૂદી દિવસ

Gujarat Desk