Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ગુજરાતની પ્રજાનો વિશ્વાસ સરકાર અને PMJAY-મા યોજના પર અકબંધ છે : આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ



ભારતીય ન્યાય સંહિતા અંતર્ગત કોઇ તબીબ પર સાપરાધ મનુષ્ય વધની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હોવાનો કદાચિત ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ કિસ્સો

ખ્યાતિ હોસ્પિટલની ઘટનામાં તમામ આરોપીની ઘરપકડ કરીને સમયસર ચાર્જશીટ કરવામાં આવી : કાર્તિક પટેલ વિરૂધ્ધની પુરવણી ચાર્જશીટ પણ ટુંક સમયમાં કરાશે

(જી.એન.એસ) તા. 24

ગાંધીનગર/અમદાવાદ,

આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા, અને હોસ્પિટલમાં ગેરરિતી આચરતા લોકોને સરકાર ક્યારેય સાંખી લેશે નહીં. આવા લોકો સામે સરકારે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરી છે અને આગળ પણ ધરશે.

તાજેતરમાં અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી ઘટના સંદર્ભે ગુજરાત વિધાનસભામાં આજે પુછાયેલ પ્રશ્નોતરીના જવાબમાં આરોગ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ખ્યાતિ હોસ્પિટલમાં બનેલ ઘટના અમાનવીય છે. હોસ્પિટલમાં સંકળાયેલા તબીબો, સંચાલકો દ્વારા હાથ ધરવામાં આવેલ અમાનવીય કૃત્ય બદલ તેમની સામે સરકારે પ્રથમ ફરિયાદી બનીને સખ્તમાં સખ્ત કાર્યવાહી અને સજા થાય તેવા પ્રયાસો હાથ ધર્યા છે.

        ભારતીય ન્યાય સંહિતા અંતર્ગત આ તમામ ગુનેગારો વિરૂધ્ધ સાપરાધ મનુષ્ય વધ, ખોટા દસ્તાવેજ ઉભા કરવા , છેતરપીંડી સહિતની કલમો લગાવામાં આવી છે.

        સરકારે નિયત સમયમાં ચાર્જશીટ ફાઇલ કરીને તમામ ગુન્હેગારોને જલ્દી સજા મળે અને રાજ્યમાં અન્ય લોકો આ પ્રકારનું કૃત્ય કરતા ચેતે તે માટેના પ્રયાસો હાથ ધર્યા હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતુ. ટુંક સમયમાં હોસ્પિટલના માલિક કાર્તિક પટેલ વિરૃધ્ધ પણ પુરવણી ચાર્જશીટ દાખલ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યુ હતુ.

        અત્રે ઉલ્લેખનીય છે કે, આજે પ્રશ્નોતરી કાળમાં શરૂઆતના મુખ્ય ૨૦ પ્રશ્નોમાંથી લગભગ સાત જેટલા પ્રશ્નો ખ્યાતિ હોસ્પિટલમાં બનેલ ઘટના અને PMJAY-મા યોજના સંદર્ભે હતા .જે તમામના જવાબ આપવા અને ગૃહમાં ઉપસ્થિત તમામ લોકોને તમામ જરૂરી અને મહત્વની માહિતીથી માહિતગાર કરાવવા આરોગ્ય મંત્રીશ્રીએ પૂરેપૂરી તૈયારી દાખવી હતી.

संबंधित पोस्ट

બિલ્ડરોનું 2000 કરોડથી વધુનું કૌભાંડ!  સુરતમાં નકલી પ્રોપર્ટી કાર્ડ બનાવી ખેડૂતની જમીન પચાવી પાડી

Gujarat Desk

આજનું રાશિફળ (૩૦/10/2025)

Gujarat Desk

NIAએ સુપ્રીમ કોર્ટમાં અલગતાવાદી નેતા શબ્બીર શાહને જામીન આપવાનો વિરોધ કર્યો

Gujarat Desk

ભાવનગરમાં નકલી ઈનવોઈસ અને ક્વોટેશન બનાવી રૂપિયા 1 કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવી

Gujarat Desk

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ કચ્છના ગુણાતિતપુર ખાતે પ્રાકૃતિક કૃષિના મૉડેલ ફાર્મની મુલાકાત લીધી

Gujarat Desk

નવેમ્બર માસમાં આઠ કોર સેક્ટરનો ગ્રોથ ઘટીને ૧.૮% રહ્યો…!!

Gujarat Desk