Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ગાયક કલાકાર અને ભાજપ નેતા વિજય સુવાડાએ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી, બાયડમાં નવરાત્રી મહોત્સની મુલાકાત દરમિયાન નિવેદન

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ લોબિંગ કરી રહ્યા છે. વિધાનસભા બેઠક લડવા માટે અનેક નેતાઓ મેદાને ઉતરી ચૂક્યા છે. મતવિસ્તારમાં જવા લાગ્યા છે અને ટિકિટ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી માંથી ભાજપમાં આવેલા વિજય સુવાળાએ ચૂંટણી લડવા અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. વિજય સુવાળાએ કહ્યું કે પાર્ટી ટિકિટ આપશે તો ચોક્કસ ચૂંટણી લડીશ ભાજપનો વિકાસ અને મારી લોક ચાહના મતમાં કન્વર્ટ થશે.

વિજય સુવાળા બાયડ ખાતે નવરાત્રી કાર્યક્રમ બાદ ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી છે.આ સાથે કહ્યું કે પાર્ટી જ્યાંથી ટીકીટ આપે ત્યાં થી ચૂંટણી લડીશ.આમ ચૂંટણી નજીક આવતાની સાથે જ નેતાઓ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. ત્યારે લોક ગાયક વિજય સુવાળા પણ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે અને જીત માટેનું સમીકરણ પણ જાહેર કર્યું છે. જોવાનું રહ્યું કે આમ આદમી પાર્ટી માંથી આવેલ વિજય સુવાળાને ભાજપ ટિકિટ આપશે કે નહીં અને જો આપશે તો કઈ બેઠક પરથી વિજય સુવાળા ઉમેદવાર બનશે.

संबंधित पोस्ट

સોનિયા-રાહુલને EDની નોટિસઃ નેશનલ હેરાલ્ડ કેસમાં 8મી જૂને હાજર થવાનું કહેવામાં આવ્યું, સુરજેવાલાએ કહ્યું- સરમુખત્યારશાહી સરકાર ડરી ગઈ

Karnavati 24 News

વાઈબ્રન્ટ ગુજરાત અંતર્ગત યોજાનાર ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં પાટણ યુનિવર્સિટી પહેલી વખત ભાગ લેશે

Karnavati 24 News

દિલ્હીના એલજીના શપથ પર હર્ષવર્ધન ગુસ્સે: પૂર્વ કેન્દ્રીય મંત્રીને ન મળી ખુરશી, ગુસ્સામાં સમારોહ છોડી દીધો

Karnavati 24 News

સંકટમાં ઉદ્ધવ સરકાર LIVE: સંજય રાઉતે કહ્યું- મહત્તમ સત્તા જશે; સાંજ સુધી 50 ધારાસભ્યો ઠાકરેની વિરુદ્ધ હોઈ શકે છે

Karnavati 24 News

દીકરી રોહિણીની કિડનીથી મળશે લાલુને નવું જીવન, 24 નવેમ્બર સુધી સિંગાપુર જશે RJD સુપ્રીમો

Admin

Nitish after taking oath as Bihar CM: ‘PM Modi won in 2014, but will he…’